યુવતીને RTO તરફથી એવી નંબર પ્લેટ મળી કે પરિવાર મુશ્કેલીમાં મૂકાયો

nation

દેશની રાજધાની દિલ્હીમાં RTO દ્વારા એક ટૂ-વ્હીલરને એવો નંબર આપવામાં આવ્યો છે, જેના કારણે આખો પરિવાર પરેશાનીમાં મૂકાઇ ગયો છે. ખરેખરમાં સાઉથ દિલ્હી RTO તરફથી વાહનોને DL3C અને DL3S સિરીઝના નંબર આપવામાં આવી રહ્યા છે. આ કડીમાં જ DL 3 સેક્સ સિરીઝના નંબર અલોટ થયા છે. પરંતુ હવે આ સિરીઝ વાહન ખરીદારો માટે મુસિબત બની રહી છે. કારણ કે આ સિરીઝ અંતર્ગત જે આલ્ફાબેટ આપવામાં આવી રહ્યા છે. તે અટપટા છે. સિરીઝના આલ્ફાબેટ DL 3 ‘Se*’…(સેક્સ) જેવા શબ્દો બની રહ્યા છે.

સ્કૂટીનો નંબર પરિવાર માટે બન્યો મુસિબત

આ મામલાને લઇ જ્યારે દિલ્હીના એક આરટીઓ અધિકારી સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે, લગભગ 10 હજાર ગાડીઓને આ સિરીઝના નંબર અપાયા છે. પરંતુ અત્યાર સુધીમાં આ સિરીઝના નંબર અલોટ થવામાં માત્ર આ યુવતીનો મામલો જ તુલ પકડી રહ્યો છે. કારણ કે યુવતીની સ્કૂટીને આરટીઓ તરફથી જે નંબર મળ્યો છે તેની વચ્ચેના નંબરમાં S.E.X આલ્ફાબેટ છે.

હવે યુવતીનો પરિવાર પોતાની સ્કૂટીના નંબરને બદલવા માગં છે. પરંતુ સવાલ એ છે કે, શું આવું શક્ય છે? તેનો જવાબ જાણવા માટે કમિશનર ઓફ દિલ્હી ટ્રાંસપોર્ટ કે.કે. દહીયાએ જણાવ્યું કે,‘એક વખત ગાડીનો નંબર અલોટ થયા બાદ તેને બદલવાનો કોઇ નિયમ નથી, કારણ કે આ તમામ પ્રક્રિયા એક સેટ પેટર્ન પર ચાલે છે.

આ પ્રકારનો પ્રથમ મામલો

ત્યાં જ આ મામલે સાઉથ દિલ્હી આરટીઓના એક અધિકારીનું કહેવું છે કે, આ પ્રકારનો આ પ્રથમ મામલો છે. હાલમાં જે નિયમ છે, તે અનુસાર નંબર બદલી શકાય નહીં. પરંતુ જો કોઇને પોતાના વાહન નંબરના કારણે મુશ્કેલી આવી રહી છે અને ખાસ કરીને તે મહિલા છે તો પછી આ મામલાને લઇ સિનિયર ઓથોરિટી સાથે વાત કરાશે અને તેનું નિરાકરણ લાવવાની કોશિશ ખરાશે.

Leave a Reply

Your email address will not be published.