રાજસ્થાનના ભરતપુરમાં આડાસંબંધનો મામલો સામે આવ્યો છે. અહીંયા મોટાભાઈએ તેના જ સગા નાનાભાઈને મોતને ઘાટ ઉતાર્યો હતો. યુવકને જ્યારે ખબર પડી કે તેની પત્નીના તેના જ સગા નાનાભાઈ સાથે આડાસંબંધ છે ત્યારે તેણે મિત્ર સાથે મળીને કાવતરું રચ્યું હતું.
શું છે મામલો
યુવકે તેના નાના ભાઈને જંગલમાં લઈ જઈ ચપ્પુ અને લાકડી, ડંડા વડે ફટકાર્યા બાદ હત્યા કરી હતી. મૃતકને જ્યારે દફનાવવામાં આવતો હતો ત્યારે આરોપીએ હત્યા કર્યાની વાત બધા સમક્ષ કરી હતી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે આવીને હત્યામાં સામેલ તમામ આરોપીને ઝડપી લીધા હતા. આ ઉપરાંત હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલા ચપ્પુ, લાકડી પણ મળી આવ્યા હતા.
ત્રણ ભાઈના લગ્ન એક જ ગામની ત્રણ બહેનો સાથે થયા હતા
જાણકારી મુજબ, આરોપી વસીમ તથા તેના મૃતક ભાઈ નસીમ સહિત અન્ય ત્રણ ભાઈઓના લગ્ન અલવલ જિલ્લામાંના મેસૂપુર ગામની ત્રણ બેહનો સાથે થયા હતા. પરંતુ મૃતક નસીમને પોતાની જ ભાભી સાથે આડાસંબંધ હતા. જેના કારણે હત્યા કરવામાં આવી હતી. ત્રણેય ભાઈઓ ટ્રક ચલાવીને પરિવારનું પાલન પોષણ કરે છે.