યુવતીને 15 વર્ષ નાના યુવક સાથે બંધાયા શરીર સંબંધ પણ જૂનો આશિક પણ શરીર સુખ માણવા આવતો તેથી…….

nation

મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ચાકઘાટ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા કોરાવં ગામમાં થેયલી હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસના કહેવા મુજબ, 40 વર્ષીય મહિલાને 25 વર્ષના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો.

જેમાં તેનો જૂનો પ્રેમી આડખીલી રૂપ બની રહ્યો હતો. તેણે નવા પ્રેમી સાથે મળીને જૂના પ્રેમીને ગોળી મરાવીને હત્યા કરાવી હતી. આ મામલે પોલીસે મહિલા તથા તેના નવા પ્રેમીની ધરપકડ કરી હતી. આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી નંબર પ્લેટ વગરની બાઇક, એક દેશી તમંચો, 3 નંગ કારતૂસના ખાલી ખોખા અને બે મોબાઇલ કબજે લેવામાં આવ્યા છે.

શું છે મામલો

જાણકારી મુજબ ચાકઘાટ પોલીસ સ્ટેશનના પ્રબારી અરવિંદ સિંહ રાઠેડે જણાવ્યું કે, 3 ફેબ્રુઆરીએ સંતલાલ આદિવાસીએ ફરિયાદ નોંધાવી હતી. જેણે જણાવ્યું કે, રાકેશ ઉર્ફે કલ્લુ આદિવાસી 2 ફેબ્રુઆરીએ સાંજે ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો નથી.

બીજા દિવસે તેની લાશે કોરાવંમાં નહેરના કિનારેથી મળી હતી. અજાણ્યા લોકો દ્વારા તેને ગોળી મારવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને લઈ એસએસપી નવનીત ભસીને 4 ફેબ્રુઆરીએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને આરોપીએની ધરપકડ માટે દિશાનિર્દેશ આપ્યા.

જે બાદ શકમંદ અશોક માંઝીની અટકાયત કરવામાં આવી હતી. તેણે પૂછપરછમાં જણાવ્યું કે પ્રેમસંબંધના કારણે તેણે તથા અનીતા આદિવાસીએ પ્લાન બનાવીને રાકેશ આદિવાસીને ગોળી મારીને હત્યા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *