યુવતીઓ માટે લાલબત્તી! લવ જેહાદના કેસમાંથી છુટેલા યુવકે પ્રેમિકા અને તેના પિતાને ઢોર માર માર્યો

GUJARAT

લવ જેહાદ અંગે ગુજરાત સરકારે ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ અંગેનો કાયદો બનાવ્યા બાદ આજે વડોદરામાં પ્રથમ ફરિયાદ નોંધાઇ હતી. જો કે યુવતીનાં સોગંદનામા બાદ તમામ આરોપીઓ જેલમુક્ત થયા હતા. દરમિયાન વિધર્મી યુવકે યુવતીના પિતાને મારમારીને જાતિ વિરુદ્ધ શબ્દોચ્ચાર કરવાની વધારે એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં યુવતીના પિતાએ દીકરી પર અમાનુષી ત્રાસ ગુજારાતો હોવાની ફરિયાદ પણ દાખલ કરી છે. ફરિયાદના આધારે પોલીસે મારામારી, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.

વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા 53 વર્ષીય વિજય રોહિતે ફરિયાદ દાખલ કરાવી કે મારી પુત્રીને સમીર અબ્દુલ કુરેશીએ મુસ્લિમ હોવા છતા ખ્રિસ્તી હોવાનું જણાવીને સેમ માર્ટિન તરીકે ઓળખ આપી મિત્રતા કરી શારીરિક સંબંધ બાંધ્યો અને ત્યાર બાદ ધર્માંતરણ કરાવીને લગ્ન કરી લીધા હતા. જેની મને જાણ થતા જુન મહિનામાં ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

સબીરના સગાઓએ મારી પુત્રીને પટાવી ફોસલાવીને હાલોલ લઇ ગયા હતા. દિકરી પાસે ખોટા સોગંદનામા પર સહી કરાવી લીધી હતી. જેલમાંથી છુટ્યા બાદ સમીરે ફરિયાદ કેમ કરી તેમ કહીને પહેલા મારી દીકરીને માર માર્યો હતો. જેથી કંટાળી મારી પુત્રી પરત ફરી હતી. તેને લેવા આવ્યો ત્યારે મે તેને ઠપકો આપતા તેણે મારી સાથે પણ મારામારી કરી હતી. આ ઉપરાંત જાતી વિરોધી ઉચ્ચારણ પણ કર્યું હતું. મારી દિકરીને ફરી એકવાર ઉઠાવીને જતો રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *