યુવતીઓએ આ રાશિની સાસુ હોય તે ઘરની વહુ બનવાથી ચેતવું, રોજ થશે કકળાટ-કંકાસ

GUJARAT

ઘરનો પાયો એટલે તેમાં વસતો પરિવાર તેમાંય ખાસ તો સાસુ અને વહુનો સંબંધ ખાટો-મીઠો હોય છે. પરણીને સાસરે આવતી કોડભરી કન્યા જ્યારે નવી નવી સાસરીમાં આવે છે ત્યારે દૂધમાં સાકરની જેમ ભળી જવા માટે સૌ પ્રથમ તો તેણે તેના સાસુનું દીલ જીતી લેવાનું હોય છે. આગળનો રસ્તો પછી સાફ હોય છે. કેટલાક ઘરોમાં સાસુ આવનારી વહુને ખુબજ પ્રેમથી આવકારે છે અને બંનેની જોડી ધરતી પર જ સ્વર્ગ રચી દે છે.

આ સંબંધ એટલા નાજુક હોય છે કે તેમને સમજવા ખુબજ અઘરા હોય છે. કેટલીક વાર જો સાસુ વહુ વચ્ચે શીત યુદ્ધ શરૂ થાય તો ઘરની શાંતિ ચાલી જાય છે. બંને વચ્ચે નાની નાની વાતોને લઈને ભ્રમણાઓ શરૂ થાય પછી તેમાંથી કોઈને સમજાવવી અશક્ય બની જાય છે.

જો કે આ તમામ પાછળ રાશિનો પ્રભાવ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જીં હા, કેટલીક રાશિની મહિલાઓને ક્યારેય એક બીજા સાથે નથી બનતું આથી આવી રાશિની મહિલાઓએ સાસુ વહુ થવું જોઈએ નહી. આજે આપણે જાણીશું કઈ કઈ રાશિ છે જેમણે સાસુ વહુ બનતા સો વખત વિચાર કરી લેવો.

મેષ અને કુંભ રાશિ
આ બંને રાશિની જાતક ખુબજ જિદ્દી સ્વભાવની હોય છે. પોતાની વાત મનાવીને જ છુટકો. તેઓ માને છે કે દરેક વસ્તુઓ પોતાની મરજી મુજબ થવી જોઈએ. આ જ કારણ છે કે તેમણે ક્યારેય સાસુ વહુ થવુ જોઈએ નહી. કેમકે નમતુ ન જોખવાને કારણે તેમની વચ્ચે ટક્કર રહેશે.

કન્યા અને તુલા રાશિ
આ બંને પ્રકારની રાશિની મહિલાઓ કામમાં ખુબજ પરફેક્ટ હોય છે. આવા લોકો એક જ છત નીચે આવીને વસે તો તેમની વચ્ચે કામને લઈને તકરાર થાય છે. એક બીજાથી સારૂ કરવાની ભાવનાથી આ રાશિની મહિલાઓ હંમેશા એક બીજાને પાછળ રાખી દેવાની હોડમાં લાગેલી રહે છે. આ કારણે તેમનો પરિવાર પિસાય છે.

મિથુન અને મકર રાશિ
મિથુન રાશિની મહિલાઓ ખુબજ ચંચળ હોય છે. મકર રાશિની મહિલાઓ ખુબજ શાંત હોય છે. જ્યારે આ બંને એક બીજા સાથે ટકરાય તો પરિવારનું આવી બને છે.

સિંહ અને વૃશ્ચિક રાશિ
આ રાશિની મહિલાઓ 12 રાશિઓમાંથી સૌથી વધારે આગેવાની ધરાવતો સ્વભાવ ધરાવતી હોય છે. આનો સીધો જ મતલબ છે કે એક મ્યાનમાં બે તલવારને રાખવી. ટંકણખાર મહિલાઓ હોવાથી તેમને એક બીજા સાથે બનતું નથી.

Leave a Reply

Your email address will not be published.