યુવતીનો ફોન નંબર શેર કરી અજાણ્યા શખ્સે લખ્યું ‘સે#* ચેટ ઓન્લી’

GUJARAT

સોશિયલ મીડિયાના ઉપયોગ સાથે તેના દ્વારા થતા ગુનામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતી યુવતીના નંબર અજાણ્યા શખ્શે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેમાં ‘સેક્સ ચેટ ઓન્લી’ જેવી પોસ્ટ કરીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી યુવતીએ અજાણ્યા વ્યક્તિ સામે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ મહેસાણાની અને અમદાવાદમાં પોતાની બહેન તથા જીજાજી સાથે પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતી યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. 20 સપ્ટેમ્બરે યુવતીના ફોનમાં મેસેજમાં એક સ્ક્રીનશોટ આવ્યો હતો, જેમાં એક ઈન્સ્ટા આઇડી દ્વારા તેનો ફોન નંબર પોસ્ટ કરી બાજુમાં લખ્યું હતું, સેક્સ ચેટ ઓન્લી. જેથી યુવતીએ મેસેજ કરનાર વ્યક્તિને ફેન કરીને પૂછતા, સામેની વ્યક્તિએ તેની જાણ માટે આ સ્ક્રીનશોટ મોકલ્યો હોવાનું જણાવ્યું હતું.

આ બાદ પણ અજાણ્યા ઈન્સ્ટા આઇડી પરથી યુવતીનો નંબર પોસ્ટ કરીને અભદ્ર કોમેન્ટ કરાતી હતી. જેથી યુવતીને અજાણ્યા નંબરો પરથી ફોન આવતા રહેતા. જે મામલે યુવતીએ શાહીબાગ ડફ્નાળા ખાતે સાઈબર ક્રાઈમમાં લેખિતમાં અરજી આપી હતી. ત્યારબાદ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુઝર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published.