યુવતી પ્રેમી સાથે માણી રહી હતી એકાંત ને અચાનક ભાઈ જોઇ ગયો, પછી તો જે થયું તે…..

GUJARAT

દાહોદ તાલુકાના ખરોદા ગામની ચકચારી ઘટના સામે આવી છે. બહેનને તેના પ્રેમી સાથે ભાઈ જોઈ જતા બહેને જ પોતાના ભાઈની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. બહેને લાકડીના ફટકા મારી ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ બહેને પ્રેમી સાથે મળી લાશના પુરાવા નિશાન પણ સાફ કર્યા હતા. ખરોદાની નીકીતા રાણાને મોટી ખરજના વિજય બારીયા જોડે પ્રેમસંબંધ હતો.

ગત તા 07 જાન્યુઆરીએ નીકીતા અને તેનો પ્રેમી વિજય બન્ને જણા ખરોદા ગામે મળ્યા હતા. તે વખતે યુવતીનો ભાઈ બન્ને જોઈ ગયો હતો. આ સમયે આવેશમા આવેલી યુવતી અને તેના પ્રેમીએ ભાઈની હત્યા કરી નાંખી હતી. પિતાએ ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાઃ શહેરના વીવીઆઈપી રોડ પર ઉભેલી બસમાં સગીરા સાથે નરાધમે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સાધુ વાસવાની સ્કૂલ સામે ઉભેલી પટેલ ટ્રાવેલ્સની બસમાં યુવકે દુષ્કર્મ ગુજાર્યું હતું. ગત 2 જાન્યુઆરીના રોજ રાત્રે 8 કલાકે સગીરા સાથે બનાવ બન્યો છે. સગીર ત્યાંથી પસાર થતી હતી ત્યારે 3 નરાધમોએ તેને બસમાં ખેંચી જઈ એક એ દુષ્કર્મ કર્યું હતું.

2 ઈસમો બસ બહારથી દરવાજો બંધ કરી ઉભા રહ્યા હતા. હરણી પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ત્રણેય આરોપી એમ.પીના રહીશ છે અને હાલ વડોદરામાં મજૂરી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.