યુવતીને યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પ્રેમિકાએ પ્રેમીની ભાવિ પત્નીની આંખો ફેવીક્વિક લગાવીને ચોંટાડી દીધી ને….

nation

બિહારના નાલંદામાં પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ પ્રેમીની પત્નીના વાળ કાપી નાંખ્યા હતા અને તેની આંખો ફેવિવક્વિકથી ચોંટાડી દીધી હતી. એટલું જ નહીં, નવવધૂને માર પણ માર્યો હતો. આ ઘટનાએ નાલંદામાં ભારે ચર્ચા જગાવી છે. આ અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પોહંચી હતી અને તેમણે વધુ તપાસ હાથ ધરી હતી.

જાણવા મળી રહ્યુ છે કે, લગ્ન પહેલા યુવકનું અપરાધી યુવતી સાથે લફરું હતું. પરંતુ તેણે એક ડિસેમ્બરે શેખપુરા જિલ્લામાં અન્ય છોકરી સાથે લગ્ન કરી લીધા હતા.

પ્રેમીએ લગ્ન કરી લેધા હોવાની જાણકારી મળતા જ પ્રેમિકા ઉશ્કેરાઇ ગઈ હતી અને તેણે બદલો લેવાનું નક્કી કરી લીધું હતું. આ પછી તે પોતાના પ્રેમીના ઘરે પહોંચી હતી. તેમજ ત્યાં જઈને સૂઈ રહેલી નવવધૂના વાળ કાપી નાંખ્યા હતા. તેમજ આ પછી તેની આંખો ફેવિક્વિકથી ચોંટાડી દીધી હતી. જેને કારણે પરિણીતા જોરજોરથી રાડો નાંખવા લાગી હતી. જેનો અવાજ સાંભળીને પરિવારજનો જાગી ગયા હતા અને તેમણે યુવકની પ્રેમિકાને પકડી પાડી હતી.

આ પછી પોલીસને જાણ કરતાં તેમણે આરોપી યુવતીને પકડી લીધી હતી. બીજી તરફ નવવધૂને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં તેની તબિયત નાદૂરસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને ડીએસપી સંજય કુમાર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ પછી ગામમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *