યુવતીને મળવા ઘરે ગયેલા મોરબીના વેપારી સાથે મોટો દાવ થઈ ગયો

about

ભાવનગરમાં હનીટ્રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ કેસમાં પોલીસે મોરબીના વેપારીની ફરિયાદના આધારે બંટી બબલીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગતો એવી છે કે, વેપારીને ઘરે મળવા બોલાવીને યુવતીએ તેની સાથેના અંગત પળોનો વિડીયો બનાવ્યો હતો.

આ કાંડમાં યુવતીના કથિત પતિએ પણ સાથ આપ્યો હતો. અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બંનેએ મોરબીના વેપારી પાસેથી અઢી કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જેથી ડરી ગયેલા વેપારીએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા યુવતી અને તેના સાથીદારની ધરપકડ કરવામાં આવી છે.

5 વર્ષ પહેલા દિવ્યા સાથે થઈ હતી મુલાકાત
પ્રાપ્ત અહેવાલો અનુસાર મોરબીના વાંકાનેરમાં રહેતા 50 વર્ષીય વેપારીની કામઅર્થે ભાવનગર અવર-જવર રહેતી હતી. આ દરમિયાન લગભગ 5 વર્ષ પહેલા દિવ્યા નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે વેપારી પાસેથી રૂપિયા લઈ જતી.

31 ડિસેમ્બર 2022ના રોજ પણ દિવ્યાએ વેપારીને ફોન કરીને- ભાવનગર ક્યારે આવવાના છો. મારે તમારું કામ છે’, તેવી વાત કરી હતી. ત્યારબાદ વેપારી 2 જાન્યુઆરી 2023 ભાવનગરના ઘોઘા સર્કલ ખાતે આવ્યા હતા. જ્યાં મુલાકાત બાદ દિવ્યા તેમને પોતાના અકવાડામાં આવેલા ઘરે લઈ ગઈ હતી અને શરીર સુખની લાલચ આપી હતી.

વેપારી પણ તેની વાતોમાં આવી ગયા, દિવ્યાએ તેના મળતિયા સાથે પ્લાન પ્રમાણે શરીર સુખની લાલચમાં વેપારીને ફસાવવીને રૂપિયા પડાવવાનું નક્કી કર્યું હતું. યુવતીએ વેપારીને બાથમાં ભીડી લઈને તેમના કપડાં ઉતરાવી બાદ અશ્વીલ વિડીયો બનાવ્યો હતો અને વોટ્સએપ કર્યો હતો. દિવ્યા સાથેનો પોતાનો વિડીયો જોઈને વેપારીના પગ નીચે જમીન સરકી ગઈ હતી. વેપારી કંઈ સમજે તે પહેલા તેમની પાસે અઢી કરોડની માગણી કરવામાં આવી હતી. સાથે જ ધમકી મળતા વેપારીએ આખરે પોલીસની મદદ માંગી હતી.

ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ટીમે ગણતરીના કલાકોમાં દિવ્યા અને તેના સાગરિત ભરત ઉર્ફે ભોલાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, ભરત અને દિવ્યાએ વેપારીનો અશ્લીલ વિડીયો ઉતાર્યો હતો. હાલ સમગ્ર મામલે આગળની તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *