યુવતીને અબ્દુલની મિત્રતા ભારે પડી, રોજે રોજ નગ્ન ફોટા મોકલતો અને મંગાવતો પણ એક દિવસ…

GUJARAT

આજની યુવા પેઢી માટે મોબાઈલ અનિવાર્ય બની ગયો છે. એક સમયે ખાવા પીવાનું ન મળે તો ચાલે પરંતુ મોબાઈલ વગર આજની પેઢીને ચાલતું નથી, તેમાં નવી નવી એપ્લિકેશનો થકી મિત્રો બનાવતી નવી પેઢી કાંઇ પણ જોયા વગર મિત્રતા બાંધે છે અને પછી ફસાય જાય છે.

આ બાબત સાઇબર ક્રાઇમ હવે એક મોટી આફત બની ગઇ છે. રાજ્યના પાડોશમાં આવેલ સંઘપ્રદેશ દમણમાં એક યુવતીને અજાણ્યા ઈસમ સાથે વાત કરવી ભારે પડી છે. ઇન્ટરનેશનલ કોલ કરી યુવતી સાથે બિભત્સ માંગણી કરી પરેશાન કરતા ઈસમને અંતે દમણ પોલીસે આંધ્રપ્રદેશમાંથી ઝડપી પાડયો છે.

સંઘપ્રદેશ દમણની નાની દમણ પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા એક યુવતીએ ફરિયાદ કરી હતી. આ યુવતી છેલ્લા ઘણા સમયથી ભારે પરેશાન હતી. પીડિત યુવતીને છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેશનલ કોલ આવતા હતા અને આ કોલમાં એક ઈસમ સાથે મોબાઈલમાં વાત કરવાનું આ યુવતીને ભારે પડી ગયું છે. શરૂઆતમાં સામાન્ય whatsapp કોલ લાગતો આ કોલ હવે તેના માટે મુસીબત બની ગયો હતો.

કારણકે મોબાઈલની બીજી તરફ જે તેની સાથે ચેટિંગ કરી રહ્યો હતો તે વારંવાર તેને પોતાના ન્યૂડ ફોટા અને અશ્લીલ વિડીયો મોકલતો હતો. આ યુવતીને પણ આ પ્રકારના ફોટા મોકલવા માટેનું દબાણ કરતો હતો. અને જો તે આવું ન કરે તો તેને ભારે પડી જશે, આ પ્રકારની ધમકીઓ પણ આપતો હતો.

યુવતીની ફરિયાદને આધારે દમણ પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. મામલાની ગંભીરતાને લઇને દમણ પોલીસે સાયબર એક્સપર્ટની મદદ લઈને અંતે યુવતીને પરેશાન કરનાર સૈયદ બદુલ્લા નામના યુવકની આંધ્ર પ્રદેશના કડપ્પા વિસ્તાર માંથી થી ધરપકડ કરી લીધી છે.

પહેલી નજરે સામાન્ય લાગતા આ વ્યક્તિની માનસિકતા ખૂબ જ વિકૃત છે. દમણની યુવતીને whatsapp કોલ કરી અશ્લીલ માગણી કરતો હતો. આ સૈયદ બદુલ્લા નામનો આ યુવક અંતે દમણ પોલીસે ઝડપી પાડયો છે. દમણ પોલીસ જ્યારે આંધ્રપ્રદેશના કડપ્પા વિસ્તારમાં પહોંચી હતી ત્યારે દમણ પોલીસને પણ આરોપીને ઝડપવા ભારે ઘર્ષણનો સામનો કરવો પડ્યો હતો.

જોકે સ્થાનિક પોલીસની મદદથી અંતે આ આરોપી સૈયદ અબદુલ્લાની ધરપકડ કરવામાં દમણ પોલીસને સફળતા મળી હતી. આરોપી એટલો બધો સાચી છે કે તે વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ કરતો હતો જેથી તે પોતાની ઓળખ છુપાવી શકે.

Leave a Reply

Your email address will not be published.