યુવતીએ હીરાના વેપારી સાથે મીઠી મીઠી વાતો કરી મળવા બોલાવ્યો, માણ્યું શરીરસુખ ને પછી તો….

GUJARAT

પુણામાં હીરાના વેપારીને અજાણી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવા ભારે પડી ગયા હતા. પુણાના હીરાના વેપારીને યુવતીએ હનીટ્રેપમાં ફસાવી 3 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. જોકે, વેપારીએ પોલીસ ફરિયાદ કરતાં યુવતી સહિત બે આરોપીઓની પોલીસ ધરપકડ કરી લીધી છે. ગેંગના 10 સભ્યો દ્વારા વેપારીને હનીટ્રેપમાં ફસાવીને તોડ કરવામાં આવ્યો હતો.

પુણા પોલીસે યુવતી સહિત બે લોકોની ધરપકડ કરતાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. કુલ 10 આરોપીઓએ હનીટ્રેપ કર્યું હતું. પુણા પોલીસે સીસીટીવીના આધારે પુણા વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. હનીટ્રેપમાં ભારતી, મંજુ, હિરલ,સોનુ સનોબર ઉફ્રે સોનુ, સોનલ, અદનાન મકરાની, ચિરાગ જાધવના નામ ખૂલ્યા છે.

પુણા પોલીસે વેપારીને હનીટ્રેપમાં ફસાવી શરીરસંબંધ બાંધનાર યુવતી અને એક નકલી પોલીસ એવા રીક્ષા ડ્રાઇવરની ધરપકડ કરી છે. પકડાયેલી યુવતીનું નામ સોનુ ઉર્ફે સનોબર અદનાન મકરાની છે. જે યુવકોને લલચાવીને તેમની સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. આ પછી અન્ય લોકો ફસાયેલી વ્યક્તિ સાથે તોડ કરતા હતા.

પોલીસે આ ગેંગના બેની ધરપકડ કરી લીધી છે. જ્યારે ગુનામાં વપરાયેલી રીક્ષા પણ કબ્જે કરવામાં આવી છે. અન્ય ફરાર થઈ ગયેલા આરોપીને શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ હનીટ્રેપમાં મંજુ માસ્ટર માઇન્ડ હોવાનું પણ બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *