બોડેલીના જબુગામમાં કૂટણખાનું ઝડપાયું છે. પોલીસે દરોડો પાડી પર્દાફાશ કર્યો હતો. મહિલા સંચાલક સાથે ચાર મહિલા અને છ પુરુષ ગ્રાહકો ઝડપાયા છે. જબુગામ ખાતે ખુલ્લી જગ્યામાં ચાલતું કૂટણખાનું ઝડપાયું હતું.
જબુગામની વિધવા કૈલાસબેન ઉર્ફે સંગીતા તડવી જબુગામથી ખુલ્લી જગ્યામાં દેહ વ્યાપાર માટે વડોદરાથી યુવતીઓ બોલાવતી હતી. તેમજ કૂટણખાનું ચલાવતી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, છોટાઉદેપુર જિલ્લા એલસીબીને જબુગામ ખાતે ખુલ્લી જગ્યામાં જ કૂટણખાનું ચાલતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે ગઈ કાલે રાત્રિના સુમારે પોલીસ ત્રાટકી હતી.
પોલીસે દરોડો પાડતાં મહિલા સંચાક ઉપરાંત ચાર યુવતીઓ અને છ ગ્રાહકો રંગેહાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે મોબાઇલ ફોન નંગ 5 કિંમત રૂ 19000 તથા રોકડા રૂ 1155 સાથે કૈલાસબેનને પકડી લીધી હતી.
મહિલા સંચાલક સહિત તમામને બોડેલી પોલીસ મથકમાં સોંપાતા બોડેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મહિલા દલાલ સાથે 4 યુવતીઓ અને 6 ગ્રાહકો મળી કુલ 11 જણાને ઝડપી લેવાયા હતા.