યુવકને પાડોશમાં રહેતી યુવતી સાથે બંધાયા સંબંધ, યુવતીના પિતાનું મોત થતાં પિતાના મિત્રે યુવતીને…….

GUJARAT

અમદાવાદના ગોમતીપુરમાં પ્રેમ પ્રકરણની અનોખી ઘટના સામે આવી છે. યુવકને તેની ચાલીમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ યુવતીના પિતાએ પ્રેમીના બદલે અન્ય યુવક સાથે લગ્ન કરાવી દેતા વિફરેલા પ્રેમીએ પ્રેમિકાના પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો. જેને લઈ આધેડને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેને લઈ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

શું છે મામલો

ગોમતીપુરમાં રહેતા આધેડ એક કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ પહેલા તે તેની માસીના ઘરે હતો ત્યારે તેના મિત્રના ફોનમાં ફોન આવ્યો હતો. જે બાદ મિત્રએ તેને કહ્યું કે, આપણી ચાલીમાં રહેતો સરફરાઝ તારી સાથે વાત કરવા માંગે છે.

તું ચાલીની બહાર જા. જેથી તેઓ આરોપીને મળવા આવ્યા ત્યારે તેણે છાતી તેમજ કમરના ભાગે ચપ્પાના ઘા માર્યા હતા. આ સમયે તેને બચાવવા વચ્ચે પડનારાને પણ બિભત્સ શબ્દો બોલીને તે નાસી ગયો હતો.

આ અંગે યુવતીના પિતાના મિત્રેએ આરોપી સામે ફરિય.દ નોંધાવી હતી. યુવતીના પિતાએ તેના લગ્ન અન્ય જગ્યાએ કરાવી દેતાં તેની અદાવતમાં યુવકે હુમલો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.