યુવકે પાડોશી યુવતીને કહ્યું, આજે તારો બર્થ ડે છે તો તને તારાઓનાં શહેરમાં લઇ જઇને સ્વર્ગની સફર કરાવું

GUJARAT

સોશિયલ મીડિયાના કારણે વધુ એક યુવતી દુષ્કર્મનો ભોગ બની હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યા બાદ આરોપીએ યુવતીને વારંવાર લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. હાલ તો મામલો પોલીસ સ્ટેશને પહોંચતા કાલુપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ આદરી છે.

પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ છે સફાન અન્સારી જેણે સોશિયલ મીડિયા દ્વારા યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સફાન અન્સારી ઇન્સ્ટાગ્રામ પર અમદાવાદની એક યુવતી સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ તેને પોતાની પ્રેમજાળમાં ફસાવીને મળવા માટે બોલાવી હતી. યુવતી વિશ્વાસમાં આવીને આરોપીને સફાન અન્સારીને મળવા માટે આવી હતી. આરોપીએ લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. જો કે યુવતીએ સંબંધની ના પાડતા આરોપીએ તેની સાથે મિત્રતા ચાલુ રાખી હતી. યુવતીના બર્થ ડેના દિવસે સેલિબ્રેશનના બહાને બોલાવીને લગ્નના નામે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. કાલુપુર પોલીસે દુષ્કર્મ કેસમાં આરોપીની ધરપકડ કરી.

આરોપી સફાન અન્સારીએ એક વખત નહિ પરંતુ લગ્નનો વિશ્વાસ કેળવીને યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બનાવ્યા હતા. યુવતીએ લગ્ન કરવા માટે સફાન પર દબાણ કર્યું પરંતુ તે લગ્ન માટે તૈયાર નહિ થતા યુવતીએ સંબંધ તોડી નાખ્યો હતો. જો કે લાજવાનાં બદલે ગાજેલા સફાને યુવતીના ઘરે જઈને યુવતી અને તેની માતા સાથે ઝઘડો કરતા હોબાળો થયો હતો. સમગ્ર ઘટના સમાજમાં અને પરિવારમાં જાણ થઈ હતી. યુવતીના પરિવારે સફાનના માતા પિતાને લગ્ન માટે રજૂઆત કરી હતી. જો કે સફાને લગ્ન કરવાનો ઈનકાર કરીને યુવતીને બદનામ કરતા યુવતીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

સોશિયલ મીડિયાના ક્રેઝમાં યુવતીઓ દુષ્કર્મ કે અન્ય ગુનાઓનો ભોગ બની રહી હોવાના અનેક કિસ્સા સામે આવતા રહે છે. જેથી સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ નહિ કરવાની અપીલ પોલીસ સમયાંતરે વારંવાર કરતી રહે છે. આ ઉપરાંત આરોપી સફાન અન્સારીએ અન્ય કોઈ યુવતી સાથે આવુ કૃત્ય કર્યું છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે. હાલ સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.