યુવકે કહ્યું તુ તારા પતિ સાથે છુટાછેડા લઇલે પછી ખુબ જ મજા કરીશું તને જીવતા સ્વર્ગ અપાવીશ અને પછી…

GUJARAT

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક પરણિતાએ પ્રેમી સામે બળાત્કારનો આરોપ લગાવ્યો. આરોપીએ લગ્નની લાલચ આપી મહિલાને પતિ સાથે છૂટાછેડા લેવડાવ્યા અને વર્ષો સુધી તેની સાથે સંબંધ રાખી તેને ત્યજી દેતા પરિણીતાએ પોલીસ મદદ માંગી છે. ગોમતીપુર પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં યુવતી પર દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. યુવતીએ પોલીસ સમક્ષ કઈક ચોંકાવનારી વિગતો જણાવી હતી. યુવતીની ફરિયાદ મુજબ આરોપી મુકેશ ભરવાડ અને ફરિયાદી યુવતી બંને પરણિત છે. થોડા વર્ષો પહેલા બંનેની આંખો મળી હતી અને પ્રેમ થયો હતો.

ત્યાર બાદ બંને અલગ અલગ જગ્યાઓ પર મળતા હતા. યુવક અને યુવતી એકબીજાના પ્રેમમાં એટલા ગળાડૂબ હતા કે પ્રેમીને પામવા યુવતીએ પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા. જોકે યુવતીના છૂટાછેડા બાદ તેના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દેતા આખરે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ આરોપી મુકેશ ભરવાડ સામે તેની પ્રેમિકાએ ફરિયાદ નોંધાવી છે કે, મુકેશે તેને લગ્નની લાલચ આપી હતી. વર્ષોથી અલગ અલગ જગ્યાએ પર તેણીને લઈ જઈ દુષ્કર્મ આચર્યું છે. મુકેશ ભરવાડ અને યુવતી વર્ષ 2014 થી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

ત્યારથી આજ સુધી બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. જોકે પરણિતાએ પતિને છોડ્યા બાદ મુકેશે પણ તેણીને અપનાવવાનો ઇનકાર કર્યો હતો. હાલ તો ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે મુકેશ ભરવાડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *