બિહારના ઐરંગાબાદમાં એક પ્રેમીને તેની પ્રેમિકાને મળવું ભારે પડ્યું હતું. યુવકે તેની પ્રેમિકાને ફોન કરીને મળવા આવવાનો વાયદો કર્યો હતો. પરંતુ જ્યારે નશામાં ચૂર થઈને પ્રેમી રાતે પ્રેમિકાના ઘરમાં દાખલ થયો અને પ્રેમિકા સાથે શરીર સુખ માણી રહ્યો હતો.
ત્યારે પ્રેમિકાની માતા જાગી ગઈ અને તે રાડારાડ કરવા લાગી. પ્રેમિકાના માતાને તે ચોર લાગ્યો હતો. મહિલાનો અવાજ સાંભળીને પરિવારના અન્ય સભ્યો પણ જાગી ગયા અને પડોશીઓ પણ આવી ગયા. આ લોકોએ ચોર સમજીને તેની ધોલાઈ કરી હતી.
આ માલમો ઔરંગાબાદ જિલ્લાના રિસિયપ પોલીસ સ્ટેશનના ઘેઉરા ગામનો છે.
જાણકારી મુજબ પ્રેમિકાને મળતા પહેલા આ વ્યક્તિએ નશો કર્યો હતો. બાદમાં તે પ્રેમિકાને મળવા પહોંચ્યો હતો.
પ્રેમિકાએ તેને ઘરવાળાથી છૂપાઈને મળવાનો વાયદો કર્યો હતો. પરંતુ બંનેને આવું થશે તેની કલ્પના પણ નહોતી. પ્રેમીને ચોર સમજીને તેને ફટકારવામાં આવ્યો હતો. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.