યુવક પ્રેમિકા સાથે માણી રહ્યો હતો શરીર સુખ ને કાકાનો 8 વર્ષનો છોકરો જોઈ ગયો, યુવકે ભાઈને બોલાવ્યો ને……..

nation

ઉત્તરપ્રદેશના ગૌંડામાં પોલીસે 8 વર્ષની માસૂમ બાળકની હત્યા કેસમાં મોટો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે તેના પિતરાઈ ભાઈની ધરપકડ કરી છે. પોલીસ મુજબ આરોપીએ 23 નવેમ્બરે પિતરાઈ ભાઈની હત્યા કરીને શબને ખેતરમાં ફેંકી દીધું હતું. મળતી વિગત પ્રમાણે, બાળકે પિતરાઈ ભાઈને પ્રેમિકા સાથે શરીર સુખ માણતાં જોઈ લીધા હતા. તે આ વાત કોઈને ન કરે તેથી તેની હત્યા કરી નાંખી હતી.

ક્યાંની છે ઘટના

ગોંડા જિલ્લાના પરસુપર પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતાં પંડિતપુરવા વિસ્તારનો આ મામલો છે. અહીંયા 8 વર્ષીય બાળકે તેના પિતરાઈ ભાઇને તેની પ્રેમિકા સાથે શરીર સુખ માણતાં જોઈ લીધો હતો. જે બાદ તેણે બાળકને ઘરે બોલાવીને ગળું દબાવી હત્યા કરી નાંખી હતી અને શબને શેરડીના ખેતરમાં ફેંકી દીધું હતું.

આરોપીએ હત્યા બાદ બોડી બેડમાં છુપાવી

પોલીસના કહેવા મુજબ, આરોપીએ બાળકને પહેલા તેની પાસે બોલાવ્યો અને ટોફી તથા નમકીન આપીને ફોસલાવીને તેને પોતાની બાજુમાં જ સુવરાવી દીધો. રાતે જ્યારે સન્નાટો છવાઈ ગયો ત્યારે તેણે ગળું દબાવીને હત્યા કરી નાંખી અને શબને બેડના ખાનામાં છૂપાવી દીધો. જે બાદ સવારે કોઈને ખબર ન પડે તેમ શબ શેરડીના ખેતરમાં ફેંકી દીધું,

આરોપીએ શું કરી કબૂલાત

પોલીસે જ્યારે બનાવની તપાસ શરૂ કરી ત્યારે તેમાં દુર્ગેશનું નામ આવ્યું. જેની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો. તેણે કહ્યું કે, ઘરની પાછળ પ્રેમિકા સાથે આપત્તિજનક સ્થિતિમાં તે જોઈ ગયો હતો. તે આ વાત કોઈને જણાવી ન દે તેવો ડર લાગતાં રાત્રે ઘરે બોલાવીને ગળું દબાવી હત્યા કરી નાંખી.

Leave a Reply

Your email address will not be published.