ઉદયપુરમાં મંગળવારે પતિ-પત્નીની ફિલ્મી વાર્તા જેવો જ કિસ્સો સામે આવ્યો. જેમાં પત્નીએ શહેરથી 70 કિમી દૂર સલુમ્બર નગરની એક હોટલમાં પ્રેમિકા સાથે રહેતા પતિને પકડી પાડ્યો હતો. ગુસ્સે ભરાયેલી પત્નીએ પોલીસની સામે પતિને અનેક થપ્પડ પણ મારી.બાદમાં પોલીસે પતિ અને પ્રેમિકાની શાંતિ ભંગ બદલ ધરપકડ કરી હતી.
શું છે મામલો
ઉદયપુરનો એક યુવક તેની ગર્લફ્રેન્ડ સાથે સલુમ્બરની એક હોટલમાં રોકાયો હતો. આ વાતની જાણ ઉદયપુરમાં રહેતી પત્નીને થઈ હતી. પત્નીએ સાંજે 4 વાગ્યે સલુમ્બર પોલીસને ફોન કર્યો અને બેવફા પતિને રંગે હાથે પકડવા મદદ માંગી.
આ પછી તે પોતે સલુમ્બર માટે રવાના થઈ ગઈ. સલુમ્બરના એસએચઓ હણવંતસિંહ સોઢાએ પણ ફરિયાદને ગંભીરતાથી લીધી હતી અને ટીમને તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
પોલીસની ટીમોએ 7 થી 8 જેટલી હોટલોમાં યુવકની શોધખોળ કરી હતી. પરંતુ તેને તે મળ્યો નહીં. સવારે 7 વાગ્યાની આસપાસ પત્ની પણ સલુમ્બર પહોંચી હતી. અંતે BSNL ઓફિસ સામે આવેલા ગેસ્ટ હાઉસમાં સર્ચ દરમિયાન મહિલાનો પતિ પ્રેમિકા સાથે મળી આવ્યો હતો.
ગુસ્સે ભરાયેલી પત્નીએ પોલીસ સામે પતિને માર માર્યો
પોલીસે યુવકની પૂછપરછ કરતાં તેણે પ્રેમિકાને તેની પત્ની ગણાવી હતી. પ્રેમિકાએ યુવકને તેનો પતિ પણ કહ્યો હતો. પછી પોલીસે પત્નીને બોલાવીને પૂછ્યું- આ કોણ છે? પત્નીને સામે જોઈને યુવક ભડકી ગયો હતો. પત્ની પોતાના ગુસ્સા પર કાબુ ન રાખી શકી અને પતિને ગાળો આપવા લાગી અને મુંઢ માર મારવા લાગી. પોલીસે દરમિયાનગીરી કરી બંનેને અલગ પાડ્યા હતા.