યુવકનો આપઘાત પહેલા વીડિયો, મિત્રોને કહ્યું- ‘પ્રેમિકાના લગ્ન ના થવા દેતા’

GUJARAT

મારા ઉપર બળાત્કારનો કેસ કરવા માંગી રહ્યાં છે મારા માતા-પિતાની આબરૂ ધૂળધાણી કરવા માંગી રહ્યાં છે. જેના કારણે હું આજે અંતિમ પગલું ભરી રહ્યો છું, પરંતુ તમે મારા માતા-પિતાનું ધ્યાન રાખજો. આ વાત મોતને વ્હાલુ કરતા પહેલા એક યુવકે પોતાના મિત્રોને કહી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

હકીકતમાં પ્રેમિકાના પિતાએ ધમકી આપ્યા બાદ પ્રેમીએ આત્મહત્યા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાનપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા સાંદલપુર ગામના સુનિલ પાટીદારે 25 ઑક્ટોબરે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સ્યૂસાઈડ પહેલા મૃતક સુનિલે પોતાના મોબાઈલમાં એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં મૃતક પ્રેમિકાના પિતા માંગીલાલ પાટીદાર અને અન્ય એક સબંધી કારૂલાલ દ્વારા ધમકાવવા અને દુષ્કર્મ કેસમાં ફસાવવાનો આરોપ લગાવી રહ્યો છે. મૃતકે મરતા પહેલા આ વીડિયો બનાવીને પોતાના મિત્રોને મોકલ્યો હતો. મૃતકે પોતાના વીડિયોમાં મિત્ર નિલેશ, રાકેશ અને અન્ય એક સબંધી પવનનો ઉલ્લેખ કર્યો છે.

પ્રેમિકાના લગ્ન ના થવા જોઈએ
મૃતકે અંતિમ સમયે બનાવેલા વીડિયોમાં મિત્રોને કહ્યું છે કે, મારા માતા-પિતાનું ધ્યાન રાખજો. આ વીડિયો મૃતકે આત્મહત્યાની પહેલા જ ખુદ શૂટ કર્યો હતો. વીડિયોમાં મૃતક પોતાના મિત્રોને કહી રહ્યો છે કે, તેઓ પણ પોતાનું ધ્યાન રાખે, તેમને પણ કોઈ કેસમાં ફસાવવામાં આવી શકે છે. જે બાદ પોતાના સબંધી અને મિત્રોને કહ્યું કે, તે જે યુવતીને પ્રેમ કરે છે, તેના લગ્ન ના થવા જોઈએ. જે બાદ સુનિલે એક રૂમમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધુ હતું.

અગાઉ પણ આપઘાતનો એક પ્રયાસ કરાયો
મૃતકના પરિવારજનોનું કહેવું છે કે, સુનિલને નજીકના ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ હતો. પ્રેમ પ્રકરણના પગલે યુવતીના પરિવારજનો દ્વારા મૃતક સાથે મારામારી કરવામાં આવી હતી. તે સમયે ભાનપુરા પોલીસ સ્ટેશનમાં 25 સપ્ટેમ્બર, 2020ના બન્ને પક્ષો દ્વારા સામ-સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે સમયે પણ મૃતકે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે તે સમયે ડોક્ટરોએ તેને બચાવી લીધો હતો. આ વખતે પણ 24 ઑક્ટોબરે સનિલને ફટકારવામાં આવ્યો હતો. જે બાદ તેણે 25 ઑક્ટોબરે આપઘાત કરી લીધો.

મૃતકના મોબાઈલમાંથી પુરાવાનો નાશ
મૃતકના કાકા ભાગચંજ પાટીદારનું કહેવું છે કે, મૃતક સુનિલે આત્મહત્યા પહેલા પોતાના મિત્રોને વીડિયો મેસેજ મોકલ્યો હતો. આત્મહત્યા બાદ પોલીસે મોબાઈલ જપ્ત કર્યો. મોબાઈલમાં અન્ય અનેક પુરાવા હતા. મૃતકો પોતાના ત્રણ મિત્રોને અલગ-અલગ વીડિયો ક્લિપ મોકલી હતી. આ સિવાય વીડિયો અને અન્ય કૉલ રેકોર્ડિંગ જેવા અન્ય પુરાવા મોબાઈલમાં હતા. જો કે પોલીસે તે મોબાઈલનો ડેટા ડિલિટ કરી દીધો છે. મૃતક દ્વારા તેના મિત્રોને મોકલવામાં આવેલા વીડિયો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આમ છતાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી.

બીજી તરફ ભાનપુરા પોલીસ ઈન્સ્પેક્ટર કમલેશ સિગારે જણાવ્યું કે, આપઘાત કેસની અમે તપાસ કરી રહ્યાં છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ જે સચ્ચાઈ સામે આવશે, તેના પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *