યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોની વાપસી શરૂ, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

rashifaD

યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોની વાપસી હવે શરૂ કરવામાં આવી છે. આ તમામને રોમાનિયા થઈને દેશમાં પરત લાવવામાં આવશે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે હવે પશ્ચિમ યૂક્રેનના લ્વીવ અને ચેર્નિવત્સીમાં ફરીથી વિદેશ મંત્રાલયના કેમ્પ સક્રિય થયા છે.

એક તસવીર પણ સામે આવી છે જેમાં 25 થી 30 ભારતીય વિદ્યાર્થીઓ તેમના વતન પરત ફરવા પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જો કે, ગઈકાલે જ વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે તમામને પોલેન્ડ અને હંગેરી મારફતે બહાર કાઢવામાં આવશે ત્યારે જ ભારતીય વિદ્યાર્થીઓના પરત આવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.

ભારતે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની પ્રથમ બેચને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું છે. યુક્રેનથી વિદ્યાર્થીઓની પ્રથમ બેચ Chernivtsi શહેરમાં લાવવામાં આવી હતી. ત્યાંથી તેને બસ મારફતે રોમાનિયા લઈ જવામાં આવી, જ્યાંથી તે ફ્લાઈટ મારફતે ભારત આવશે.

એવું કહેવામાં આવ્યું છે કે લગભગ 20 હજાર ભારતીયો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે. આ યાદીમાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેઓ ત્યાં અભ્યાસ કરવા ગયા હતા. કેટલીક તસવીરો પણ સામે આવી છે જેમાં મેડિકલ વિદ્યાર્થીઓને બંકરોમાં છુપાઈ જવાની ફરજ પડી છે. આ કારણોસર હવે ભારત સરકાર દ્વારા બચાવ અભિયાનને વધુ તેજ કરવામાં આવી રહ્યું છે.

ગઈકાલે પીએમ મોદીએ પુતિન સાથે ફોન પર વાતચીત દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હવે એ વાતચીત બાદ આજે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની પ્રથમ બેચ રવાના કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.