શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લેતી. રાજ કુંદ્રા વિશે દરેકની જુદી જુદી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, રાજ કુંદ્રા પર BP ફિલ્મ બનાવવાનો અને તેની એપ પર તેને રીલીઝ કરવાનો આરોપ છે. આપને જણાવી દઈએ કે મુંબઇ ક્રાઇમ બ્રાંચે સોમવારે રાત્રે રાજ કુંદ્રાની BP ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરી હતી. જે બાદ રાજ કુંદ્રાને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
હવે આ મામલે એક પ્રખ્યાત યુટ્યુબરે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે પહેલાથી જ વિવાદોમાં રહેલા રાજ કુંદ્રાએ તેને ‘હોટશોટ્સ’ એપના વીડિયોમાં કામ કરવાનું કહ્યું હતું. પુનીત કૌરે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને ખુલાસો કર્યો છે. પ્રખ્યાત યુટ્યુબર પુનીત કૌરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ખુલાસો કર્યો છે કે રાજ કુંદ્રાએ તેને તેની એપના વીડિયોમાં કામ કરવાનું કહ્યું હતું.
પુનીત કૌરે ઈન્સ્ટા સ્ટોરી પર ઘણી તસવીરો શેર કરી અને તેને કેપ્શન આપ્યું, ‘દોસ્તો તમને અમારી વેરિફાઇડ ડીએમ વીડિયો યાદ છે? જ્યાં તેણે મને તેની એપ્લિકેશન હોટશોટ્સ માટે કામ કરવાનું કહ્યું. હું તો મરી જ ગઇ હોત. આ કેપ્શન સાથે તેણે અનેક ન્યૂઝ કટિંગ્સ પણ શેર કરી હતી.
મને લાગ્યુ કે કે તે સ્પામ છે
પુનીત કૌરે બીજી પોસ્ટ પોસ્ટ કરતી વખતે એમ પણ કહ્યું કે ભગવાન કરે હવે રાજ કુન્દ્રા જેલમાં સડતો રહે. પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર કેપ્શન સાથે આશ્ચર્ય વ્યક્ત કરતાં તેણે લખ્યું, ‘આ માણસ ખરેખર લોકોને ફસાવી રહ્યો છે. જ્યારે રાજ કુંદ્રાના ડીએમ પ્રથમ વખત મારી પાસે આવ્યા, ત્યારે મને લાગ્યું કે તે સ્પામ છે. પુનીત કૌરે લખ્યું કે, ‘ભગવાન કરે આ માણસ જેલમાં સડતો રહે’. તેણે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર રાજ કુંદ્રાના અનેક સ્ક્રીન શોટ્સ પણ શેર કર્યા છે.