વર્લ્ડ વોરની આશંકાના ડરથી પુરુષોમાં ‘ઈચ્છા’ પૂરી કરવાની તાલાવેલી!, આ મહિલાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

GUJARAT

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધથી સેક્સ ઈન્ડસ્ટ્રીમાં જબરો ઉછાળો જોવા મળી રહ્યો છે. યુએસની એક જાણીતી સેક્સ વર્કરનું કહેવું છે કે ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકાના પગલે તેના ક્લાયન્ટની સંખ્યા ખુબ વધી ગઈ છે. કોરોના મહામારીના કારણે જ્યાં આ ઈન્ડસ્ટ્રી સૌથી વધુ પ્રભાવિત થઈ હતી ત્યાં યુદ્ધે હવે આ નુકસાનની જાણે ભરપાઈ કરી હોય તેવું લાગે છે.

જોખમી થઈ શકે છે સ્થિતિ
શરૂઆતમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે બંને દેશોનું યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધનું કારણ બની શકે છે. જો કે અમેરિકા સહિત કોઈ પણ દેશ હજુ સુધી પ્રત્યક્ષ રીતે તેમાં સામેલ થયો નથી. પરંતુ જો વ્લાદિમિર પુતિન કઈક મોટું કરે તો સ્થિતિ જોખમી બની શકે છે. આથી લોકો કોઈ પણ અનહોની ઘટે તે પહેલા શારીરિક સુખની ઈચ્છા પૂરી કરવા માટે સેક્સ વર્કર્સ પાસે પહોંચી રહ્યા છે.

આ ડરે Brothel પહોંચી રહ્યા છે લોકો
ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ લાસ વેગાસ, નેવાડા પાસે આવેલા ચિકન રેન્ચ લીગલ વેશ્યાલય (Chicken Ranch legal brothel near Las Vegas, Nevada) ની રોક્સૈન પ્રાઈસનું કહેવું છે કે યુદ્ધ છેડાયા બાદ સેક્સ ઈન્ડસ્ટ્રીના કારોબારમાં તેજી આવી છે. ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકાના ડરથી મોટાભાગના લોકો પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે વેશ્યાલય પહોંચી રહ્યા છે. તેણે કહ્યું કે યુદ્ધે મહામારી સમયે થયેલા નુકસાનની ભરપાઈ કરી દીધી છે. જો વિશ્વ યુદ્ધ થયું તો ખબર નહીં કેટલા લોકોના જીવ જશે. આ ડર પુરુષોને અમારી પાસે લઈને આવી રહ્યો છે.

કોરોનાના કારણે ઘરોમાં થયા હતા કેદ
કોરોનાની શરૂઆતના સમયે રોક્સૈન પ્રાઈસી જેવી સેક્સ વર્કર્સ સામે રોજીરોટીનું સંકટ પેદા થઈ ગયું હતું. રોક્સૈને જણાવ્યું કે મહામારીના કારણે ક્લાયન્ટ આવવાના બંધ થઈ ગયા હતા. તેણે પણ બધુ છોડીને ઘરમાં કેદ થવા માટે મજબૂર થવું પડ્યું હતું. જો કે તેને આશા હતી કે કોરોનાના કેસ ઓછા થતા સ્થિતિ સુધરશે. રોક્સૈને કહ્યું કે મે ભવિષ્યવાણી પણ કરી હતી કે કોરોનાની અસર ઓછી થતા જ ક્લાયન્ટ આવશે. પરંતુ યુદ્ધના કારણે તો એકદમ ઉછાળો આવી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *