WAR નહીં LOVE: રશિયન યુવતી ‘દેશી બૉય’ને આપી બેઠી દિલ

nation

ભારતીયના યુવકોના વિદેશી ગોરી મેમ સાથેના લગ્નના અનેક કિસ્સાઓ આપે જોયા હશે, પરંતુ અત્યારે જે કિસ્સાની ચર્ચા થઈ રહી છે, તેવો તમે ક્યારેય સાંભળ્યો નહીં હોય. આ યુવકે રશિયાની ગોરી મેમને પોતાના હાથેથી બનાવેલી રસોઈ ખવડાવી દીધી. જે બાદ ગોરી મેમ એવી દિવાની થઈ ગઈ અને જલ્દી ઈન્દોરના આ યુવક સાથે લગ્ન કરવા જઈ રહી છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પ્રેમની એક અનોખી કહાની સામે આવી છે, જેનો સબંધ પેટ સાથે છે. એક રશિયન યુવતીને ઈન્દોરના દેશી બૉયને દિલ આપી બેઠી અને હવે બન્ને ડિસેમ્બરમાં સપ્તપદીના ફેરા ફરશે. હકીકતમાં રશિયન યુવતીને ઈન્દોરના યુવકના હાથે બનેલી રસોઈનો સ્વાદ એવો લાગ્યો કે તે દેશી બૉયને દિલ આપી બેઠી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મધ્ય પ્રદેશના ઋષિ ઉર્ફે સન્ની હરિ વર્મા અમેરિકાની એક પ્રખ્યાત શિપ કંપનીમાં શેફ છે. બે વર્ષ પહેલા જ તેઓ રશિયા ફરવા ગયા હતા. જ્યાં સ્થાનિક યુવતી અલીના કરઈ સાથે તેમની મુલાકાત તઈ હતી. જ્યાં સન્નીએ પોતાના હાથે બનાવેલી કેટલીક સ્પેશિયલ ડિશ બનાવીને અલીનાને ખવડાવી હતી. જેનો સ્વાદ અલીનાને દાઢે વળગ્યો.

સેન્ટ પીટ્સબર્ગમાં રહીને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરનાર અલીનાને સન્નીના ખાવા બનાવવાની કામગીરીથી પ્રભાવિત થયા. સન્ની જ્યા સુધી રશિયામાં રહ્યો, ત્યાં સુધી બન્નેની મુલાકાતો અવારનવાર થતી રહી. જે બાદ ફોન અને વ્હોટ્સઅપ પર વાતચીત થવા લાગી.

કોરોનાની પ્રથમ અને બીજી લહેરના કારણે સન્ની રશિયા નહતો જઈ શક્યો. તાજેતરમાં જ સન્ની અને અલીનાએ કાયદેસર રીતે લગ્ન કરી લીધા છે. 10 દિવસ બાદ સન્ની શિપ પર પરત ફરી રહ્યો છે. લગ્નનું સર્ટિફિકેટ લઈને અલીના પર રશિયા જઈ રહી છે. જ્યાં તે ડૉક્યુમેન્ટ તૈયાર કરીને થોડા સમય બાદ પરત ફરશે.

જે બાદ ડિસેમ્બરમાં બન્ને હિન્દુ રીતિ-રિવાજથી ધામધૂમ પૂર્વક લગ્ન કરશે. જેમાં અલીનાના પરિવારજનો અને સબંધીઓ પણ સામેલ થશે. અલીનાના પિતા સરર્ગે અલકસેવીચ બૈરકોલસેવ અલીનાનું કન્યાદાન કરશે. તેઓ રશિયામાં રોડ બનાવનારી કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.