વ્યક્તિના જીવનમાં ચડતી-પડતીનો કારક શનિ, રાજાથી પલ ભરમાં રંક બનાવે

DHARMIK

જીવનમાં ચઢતી પડતી એ કુદરતી ક્રમ જેવી નિયમિત ઘટના છે. કોઇ પ્રારંભિક જીવનમાં સુખ ભોગવે છે અને પાછલા જીવનમાં દુ:ખમાં જીવે છે. એક સરખો સુખનો કે દુ:ખનો સમય કાયમ રહેતો નથી. ગુજરાતીમાં કહેવત છે કે સગા દીઠા મેં શાહઆલમના જેવી જિંદગી પણ જોવી પડતી હોય છે.

આજે દોમદોમ સાહ્યબી ભોગવી રહ્યા હોય ગ્રહનું ચક્કર બદલાતા માણસ બેહાલ થઈ જાય છે. આ સ્થિતિ કરૂણ અને અસહ્ય જેવી હોય છે. સફળતા, નિષ્ફળતા, લાભ-નુકસાન ચડતી-પડતી જેવી ઘટનાઓ વિશે જાતકની જન્મકુંડળી કેવી રીતે સુચક બને છે તેનુ ઉદાહરણ મળી રહે છે.

કર્મ સ્થાને શનિ હોય તો ધીમો વિકાસ કરાવે. કેમકે શનિ મંદફળ આપનાર છે. કર્મસ્થાને શનિ હોવાથી તેમજ જાતકની કુંડળીમાં 10માં સ્થાને શનિ હોવાથી પાપગ્રહો તથા વિશયોગ, ગ્રહણયોગ થાય આથી જાતકને નોકરીમાં સમસ્યા આવે આવા જાતકે ક્યારેય ધંધો કરવો નહી કેમકે 10મે શનિ જીવનમાં એક બહુ મોટી પડતીનું કારણ બને.

શનિ અને રાહુની યુતિ કુંડળીમાં થાય તો અવિચારી કદમ લેવડાવે. ધંધાકીય દુ:ખ આવે. શનિ ચઢતી કરાવે પડતી પણ કરાવે. જો જાતકની કર્મભુવન પર શનિની દૃષ્ટી હોય તો ખર્ચ વધતો રહે. ધીમે ધીમે મુશ્કેલીનો પ્રસંગ આવે. જેના કારણે દેવુ વધી જાય. એક સામાન્ય માણસ જેવી જિંદગી જીવવા મજબૂર બનાવી દે. બંગલા ગાડીમાંથી રોડ પર લાવી દે.

આમ દસમા સ્થાને શનિએ ચઢતી પછી પડતી અપાવે. વ્યયેશ બુધ સાથે શનિનો કર્મસ્થાને સંબંધ તેમની પડતીનું કારણ બને. અમેરિકન એક વખતના પ્રમુખ નિકસનને પણ 10મો શનિ વૃષભ રાશિમાં હતો અને એ શનિએ ઉચ્ચ પદ અપાવ્યુ. તેની સાથે તેમને બદનામી ભારી પડતી પણ શનિએ જ આપી.

આ સિવાય અન્ય ચઢતી બાદ પડતી આપનાર યોગમાં 6,8 કે 12મે સ્થિતિ 2,9,11,4 અને 10 મા સ્થાનના માલિક સંબંધો મહત્વના ગણાય. આવા યોગો થયા હોય તેમણે ખાસ સાવધ રહી સંપત્તિ ભાગીદારી અન્ય નસીબદારના નામે કરવી પડતી જોઇ એ. જેથી તેમનો પડતીનો વખત આવે ત્યારે બચી શકે.

લક્ષ્મીજીનો મંત્ર ૐ શ્રીમ્ શ્રી યૈ નમ: મમ ગ્રહે લક્ષ્મી આગચ્છ સ્વાહા:
આ મંત્રના જાપ 108 વાર શુક્રવારે કરવાથી આર્થિક ચિંતાનો ઉકેલ જણાય. યથાશક્તિ દાન પુણ્ય-બ્રહ્મ ભોજન તેમજ ગરીબોને મદદ કરવી.

Leave a Reply

Your email address will not be published.