વૃદ્ધને સાત જન્મે પણ ન મળે તેવી સુંદર યુવતીએ ફોન કરી કહ્યું તમારા પુત્રની માતા બનવું છે જો તમે…

GUJARAT

ગુજરાતમાં હની ટ્રેપની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયાનો વ્યાપ વધવાની સાથે હવે તેના કેટલાક ખરાબ પાસાઓ પણ સામે આવી રહ્યા છે.

લોકો સોશિયલ મીડિયાનો અતિઉપયોગ કરતા હોવાનાં કારણે કેટલીક વાર ફસાઇ પણ જતા હોય છે. આવી જ ઘટનાઓ અવાર નવાર પ્રકાશમાં પણ આવતી રહે છે. તો કેટલાક કિસ્સામાં આબરૂ જવાની બીકે વ્યક્તિ સોદો કરીને પોતાની જાતને છોડાવી લેતો હોય છે અને પોલીસ ફરિયાદ નથી કરતો. તેના કારણે જ આવા કિસ્સાઓમાં પણ વધારો થાય છે.

મહેસાણા જિલ્લાના સતલાસણમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સતલાસણાના વયોવૃદ્ધ હનીટ્રેપમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં સોશિયલ મીડિયા થકી વૃદ્ધ સોનલ પંચાલ નામની એક યુવતીનાં સંપર્કમાં આવ્યા હતા.

સોનલ પંચાલે થોડા દિવસો સુધી તેમની સાથે ખુબ જ મીઠી મીઠી વાતો કરી હતી. વૃદ્ધ તેમને ખુબ જ પસંદ આવી ગયા હોવાથી તેમની સાથે શરીર સંબંધ બાંધવા ઇચ્છે છે તેવું પણ જણાવ્યું હતું. જેથી વૃદ્ધે પણ તૈયારી દેખાડતા બંન્ને દાંતા નજીકના એક ગેસ્ટ હાઉસમાં મળવાનું નક્કી કર્યું હતું.

સોનલ પંચાલ નામની મહિલાએ હનીટ્રેપની તમામ તૈયારીઓ કરી લીધી હતી. પોતે દાંતા રહેતી હોવાથી દાંતાની આસપાસ જ મળી શકાય તેવું જણાવ્યું હતું. જેથી વૃદ્ધ દાંતાના ગેસ્ટહાઉસમાં સોનલને મળવા માટે ગયા હતા.

અગાઉથી જ નક્કી થયા પ્રમાણે બંન્ને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. શારીરિક સંબંધ બાદ અપહરણ કરી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. હનીટ્રેપમાં રૂપિયા 5 લાખની માંગણી કરવામાં આવી હતી. આ પૈસા આપ્યા બાદ જ વૃદ્ધને છોડવામાં આવશે તેવી ધમકી આપી હતી.

જો કે પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા સતલાસણા પોલીસે છટકું ગોઠવી છોડાવ્યા હતા. હનીટ્રેપ કરનારી ટોળકીના 2 સાગરીતોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. જો કે મુક્ય નાયિકા સોનલ પંચાલ અને અન્ય 6 લોકો હજુ પણ ફરાર છે. સતલાસણા પોલીસે વૃદ્ધને બચાવી ટોળકી ઝડપી લીધી છે.

હાલ તો સમગ્ર મામલે તપાસ આદરી છે. આ લોકો આ ટ્રીકથી કેટલા લોકોને છેતરી ચુક્યા છે તે અંગેની તપાસ પણ આદરવામાં આવી છે. જેમાં હજી અનેક મોટા નામ સામે આવે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.