વૃદ્ધને જોઈને પોપટ એવી તો કેવી હરકત કરતો હતો કે પોલીસ ફરિયાદ કરવી પડી

GUJARAT

મહારાષ્ટ્રના (Maharashtra) પૂણે (Pune)માંથી એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. 72 વર્ષના વૃદ્ધની પાડોશમાં રહેતા મકાન માલિકે એક પોપટ પાળ્યો છે. આ પોપટ સતત અવાજ કરતો રહેવાથી 72 વર્ષીય વૃદ્ધ એનાથી કંટાળી ગયા હતા. જે બાદ તેઓએ પોલીસ ફરિયાદ કરી હતી. એક અધિકારીએ આ વાતની જાણકારી આપી હતી.

અધિકારીએ જણાવ્યું કે, સુરેશ શિંદે નામની વ્યક્તિએ પાંચ ઓગસ્ટના રોજ પોતાના પાડોશી અકબર અમજદ ખાન વિરુદ્ધ ખડકી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પાડોશીના પોપટ વિરુદ્ધ વૃદ્ધે આ ફરિયાદ કરી છે. વૃદ્ધનું કહેવું છે કે, જ્યારે પણ તેઓ ઘરની બહાર નીકળે ત્યારે પાડોશીનો પોપટ તેમને જોઈને સીટી મારતો હતો.

પોપટના માલિક વિરુદ્ધ ફરિયાદ
શિવાજીનગરમાં રહેતા સુરેશ શિંદેના જણાવ્યા મુજબ, અકબરનો પોપટ સતત અવાજ કરે છે અને કથિત રીતે તેને પરેશાન કરે છે. ખડકી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, અમે સુરેશ શિંદેની ફરિયાદના આધારે પોપટના માલિક વિરુદ્ધ શાંતિ ભંગ કરવાનો અને ધમકી આપવાના મામલે ફરિયાદ નોંધી છે. કાયદામાં જે જોગવાઈ છે એના આધારે અમે આગળની કાર્યવાહી હાથ ધરીશું.

માલિકને કરી હતી ફરિયાદ
પોપટની આવી હરકતોથી કંટાળાલે વૃદ્ધે અગાઉ તેના માલિકને ફરિયાદ કરી હતી. સાથે જ એવું પણ કહ્યું હતું કે, એ પોપટને બીજી કોઈ જગ્યાએ રાખવામાં આવે. જેથી કરીને તે અવાજ કરે તો વાંધો ન આવે. જો કે, આ મામલે પોપટના માલિકની વૃદ્ધ સાથે વિવાદ થયો હતો. જે બાદ વૃદ્ધ પણ લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા. આખરે આ વૃદ્ધે ખડકી પોલીસ સ્ટેશનમાં આ મામલે પોપટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે પોપટના માલિકને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો.

પોલીસે માલિકને આપી ચેતવણી
બાદમાં તેને ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ મુશ્કેલી વૃદ્ધને વેઠવી પડે નહીં. એ વાતનું ખાસ ધ્યાન રાખવાની વાત પોલીસે કરી હતી. ખેર, હાલ તો પોલીસે આ મામલે પોપટના માલિકને ચેતવણી આપી હતી. પણ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેથી કરીને પાડોશીનો પોપટ વૃદ્ધને હેરાન કરે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *