વો ભૂલી દાસ્તાં: જ્યારે ગુસ્સામાં સની દેઓલે હેમા માલિનીને માર્યો માર!

BOLLYWOOD

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ લાંબા સમય સુધી હિન્દી સિનેમા પર રાજ કર્યું છે. 86 વર્ષીય ધર્મેન્દ્રએ 1960માં ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ધર્મેન્દ્ર 60, 70 અને 80ના દાયકામાં ખૂબ જ લોકપ્રિય રહ્યા છે. તેની ફિલ્મોની આજે પણ ખૂબ ચર્ચા થાય છે. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્ર પોતાના અંગત જીવનથી પણ ઘણી હેડલાઈન્સ બનાવી ચૂક્યા છે. મીના કુમારી અને અનિતા રાજ જેવી અભિનેત્રીઓ સાથે તેમનું અફેર રહ્યું છે. ધર્મેન્દ્રએ બે લગ્ન કર્યા છે. ધર્મેન્દ્રએ માત્ર 19 વર્ષની ઉંમરે પ્રથમ લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્નીનું નામ પ્રકાશ કૌર છે.

ધર્મેન્દ્રએ બીજા લગ્ન હેમા માલિની જોડે કર્યા

હિન્દુ ધર્મના ધર્મેન્દ્રએ પહેલા લગ્ન શીખ ધર્મના પ્રકાશ કૌર સાથે કર્યા હતા. ધર્મેન્દ્રએ જયારે પ્રથમ લગ્ન કર્યા ત્યારે તેમનો ફિલ્મી દુનિયા સાથે કોઈ સંબંધ નહોતો. ધરમ જી અને પ્રકાશ કૌરને ચાર બાળકો છે. જેમનું નામ સની દેઓલ, બોબી દેઓલ અજિતા દેઓલ અને વિજેતા દેઓલ છે.. લગ્નના 6 વર્ષ બાદ ધર્મેન્દ્રએ ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. ફિલ્મી દુનિયાના રંગોમાં રંગાયા બાદ ધરમજીએ તેમના બીજા લગ્ન પીઢ અને સદાબહાર અભિનેત્રી હેમા માલિની સાથે કર્યા હેમા અને ધરમજીએ લગભગ 25 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

પરિણીત હોવા છતાં ધર્મેન્દ્ર હેમાને આપી ચુક્યા હતા દિલ

પરિણીત હોવા છતાં ધર્મેન્દ્ર હેમા પર પોતાનું દિલ ગુમાવી બેઠા હતા. સાથે કામ કરતા કરતા ધરમજી અને હેમા માલિનીનો પ્રેમ વધવા લાગ્યો હતો. બંને એકબીજાના પ્રેમમાં એટલા ડૂબી ગયા કે બંનેએ સાથે મળીને જીવન વિતાવવાનું નક્કી કર્યું. હેમા પોતાના જમાનાની સૌથી લોકપ્રિય અભિનેત્રી હોવા ઉપરાંત ખૂબ જ સુંદર અભિનેત્રી પણ હતી. ઘણા કલાકારો તેમના પ્રેમમાં હતા. જો કે હેમાએ પરણિત ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધું અને બંનેએ પોતાના પ્રેમને નવું નામ આપી વર્ષ 1980માં લગ્ન કરી લીધા.

હેમા માલિનીને બે દીકરીઓ છે

લગ્ન પછી હેમા અને ધર્મેન્દ્ર બે દીકરીઓ એશા દેઓલ અને આહાના દેઓલના માતા-પિતા બન્યા. ધર્મેન્દ્ર અને હેમાના લગ્ન સરળ નહોતા. ધર્મેન્દ્રના બીજા લગ્ન પર તેમની પત્ની અને તેમના બાળકો ખૂબ જ નિરાશ હતા. આ દરમિયાન ધર્મેન્દ્રના તેના બાળકો અને પ્રકાશ કૌર સાથેના સંબંધો બગડી ગયા હતા. ધર્મેન્દ્રની બીજી પત્ની એટલે કે હેમા માલિની અને ધર્મેન્દ્રના મોટા પુત્ર એટલે કે સની દેઓલની ઉંમરમાં માત્ર આઠ વર્ષનો જ તફાવત છે. સની તેની સાવકી મા કરતાં માત્ર આઠ વર્ષ નાનો છે. જ્યારે ધર્મેન્દ્ર અને હેમાના લગ્ન થયા ત્યારે સની ઘણો મોટો હતો અને તે સારી રીતે જાણતો હતો કે તેના પરિવાર અને તેની માતા સાથે શું થઈ રહ્યું છે.

સનીને હેમા માલિની જોડે થયો હતો ઝગડો?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક વખત સનીને હેમા સાથે જોરદાર ઝગડો થયો હતો . જો કે સનીની માતા પ્રકાશ કૌરે આ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા.તો બીજી તરફ હેમા માલિનીએ પણ એક ઈન્ટરવ્યુંમાં એક અકસ્માતને યાદ કરતા જણાવ્યું કે સનીએ એ વાતનું પણ ધ્યાન રાખ્યું હતું કે મારા ચહેરા પર થયેલી ઈજા પર ટાંકા ક્યા ડોક્ટર લેવાના છે. મને જયારે જરૂર પડે છે ત્યારે સની અને ધરમજી મારા માટે હાજર રહે છે.આ વાતથી તમે મારા અને સનીની બોન્ડીગને સારી રીતે સમજી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *