વિશ્વના મોંઘાદાટ કોહિનૂર કરતાં પણ વધુ કિંમતી ગણેશજીની મૂર્તિ ગુજરાતમાં…, કિંમત છે 600 કરોડ રૂપિયા

GUJARAT

તમે દુનિયામાં અનેક પ્રકારના ગણેશજીની મૂર્તિઓ જોઈ હશે. કોઈ સાવ નાની, તો કોઈ વિશાળકાય, તો કોઈ મોંઘીદાટ. પણ દુનિયામાં એવી પણ મૂર્તિ છે જેની કિંમત 600 કરોડને આંબી જાય છે. તમને જણાવી દઈએ કે ગણેશજીના ભક્તો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ છે. આજથી ગણેશ મહાપર્વનો પ્રારંભ થયો છે. પરંતુ શું તમે જાણો છો વિશ્વભરમાં સૌથી અમૂલ્ય ગણેશજીની સ્થાપના ક્યાં થાય છે. તો આ મૂર્તિ એક ગુજરાતી પાસે જ છે.


સુરત શહેર હીરાનગરી તરીકે ઓળખાય છે. અહી હીરાનું અવનવુ સો ટકા જોવા મળે, પણ અહીં કાચા હીરાની 182.3 કેરેટની ગણેશજીની મૂર્તિ છે. આ મૂર્તિનું વજન 36.5 ગ્રામ છે. માર્કેટમાં તેની કિંમત 600 કરોડ રૂપિયા છે. હીરાના આ ગણેશજીની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે કુદરતી છે. તેને ઘડવામાં આવી નથી.

સુરતના જાણીતા હીરા વેપારી કનુભાઈ અસોદરિયા પાસે 600 કરોડના આ ગણપતિ છે. તેઓ પોતાના ઘરે જ આ ગણપતિ રાખે છે. તે રફ ડાયમંડ છે. આ મૂર્તિની વિશેષતા વિશે કનુભાઈ જણાવે છે કે, અમે છેલ્લા 30 વર્ષથી વિદેશથી રફ ડાયમંડ આયાત કરે છે. મારા પિતાએ 12 વર્ષથી બેલ્જિયમથી રફ ડાયમંડ મંગાવ્યા હતા. ત્યારે અમે પણ આ હીરાનો આકાર જોઈ અમે ચકિત થઈ ગયા હતા. તે ગણેશજીની પ્રતિમા જેવો હતો. તેથી અમે તેને વેંચ્યો નહિ, અને અમારા ઘરના મંદિરમાં જ રાખવાનો નિર્ણય લીધો હતો. આ હીરાને અમે સર્ટિફાઈડ કરાયો છે. તેને કિંમતમાં ગણીએ તો તે દુનિયાની દુર્લભ વસ્તુ છે. અમે રોજ તેની પૂજા કરીએ છીએ.

આ ગણેશજીની પૂજા કનુભાઈ અને તેમનો પરિવાર રોજ કરે છે. ગણેશોત્સવમાં મૂર્તિની ખાસ પૂજા થાય છે. આ ગણેશજીની પૂજા અન્ય લોકો પણ કરી શકે છે. વિદેશથી પણ અનેક લોકો આ ગણપતિના દર્શને આવે છે. આ પરિવારને અત્યાર સુધી 600 કરોડ રૂપિયાની ઓફર આવી ચૂકી છે. પરંતુ અસોદરિયા પરિવાર તેને વેચવા નથી માંગતું.

કોહિનૂર કરતા પણ વધુ કિંમતી મૂર્તિ

આ મૂર્તિનું મૂલ્ય 600 કરોડ અંકાયું છે. તેથી તે કોહિનુર કરતા પણ વધુ કિંમતી છે તેવુ કહી શકાય. કેમ કે, કોહિનૂરનું વજન 105 કેરેટ છે, જ્યારે કે આ મૂર્તિનું વજન 182 કેરેટ 53 સેન્ટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *