‘વિશાલ મારા લગ્ન છે, ભગાડી જા’- 10ની નોટ પર લખ્યો લવ લેટર

GUJARAT

સોશિયલ મીડિયા એક અદભુત વસ્તુ છે, ખબર નહીં શું વાયરલ થઇ જશે. થોડા સમય પહેલા દસ રૂપિયાની નોટ પર લખેલું ‘સોનમ ગુપ્તા બેવફા હૈ’ વાઇરલ થયું હતું, જેથી લોકો તેને ખૂબ એન્જોય કરી રહ્યા હતા. તાજેતરમાં જ, આવો જ બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યારે એક પ્રેમિકાએ તેના પ્રેમી માટે દસ રૂપિયાની નોટ પર લખ્યું છે કે, તેણે ઘરેથી ભગાડીને લઇ જાય.

વાસ્તવમાં, તે સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યું છે. જેમાં દસ રૂપિયાની નોટ પર લખ્યું છે, ‘વિશાલ, મારા લગ્ન 26 એપ્રિલે છે. મને ભગાડીને લઇ જાઓ હું તને પ્રેમ કરું છુ તમારી કુસુમ.’ આ લાઇન દસ રૂપિયાની નોટની એક તરફ લખેલી છે.

આ નોટને શેર કરતા ક્રાઈમ માસ્ટર ગોગો નામના ટ્વિટર યુઝરે લખ્યું કે, ટ્વિટરના લોકો તમારી તાકાત બતાવો. કુસુમનો આ મેસેજ 26 એપ્રિલ પહેલા વિશાલ સુધી પહોંચવો જોઇએ. બે પ્રેમીઓને એક કરવાના છે. મહેરબાની કરીને તમે જાણો છો તે બધા વિશાલ નામના છોકરાઓને ટેગ કરો.

આ પોસ્ટ વાઈરલ થતા જ લોકો વિશાલ અને કુસુમને એન્જોય કરવા લાગ્યા. જો કે કેટલાક લોકોએ ગંભીરતા બતાવવાનો પણ પ્રયાસ કર્યો અને કહ્યું કે, આ સાચો રસ્તો છે. તે જ સમયે, કેટલાક લોકોએ નોટ પર લખેલી લાઇન પર શંકા કરવાનું શરૂ કર્યું કે શું તે સાચું છે. હાલ આ નોટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.