વિમાનમાં મુસાફરે અશ્લિલ ફિલ્મ જોઈને કપડાં ઉતારી દીધા

WORLD

કુઆલાલમ્પુરથી ઢાંકા જઈ રહેલા વિમાનમાં એક વિચિત્ર પ્રકારની અને ઘૃણાસ્પદ કહી શકાય તેવી ઘટના ઘટી છે. વિમાનમાં સવાર એક 20 વર્ષના યુવકે કરેલી હરકતથી વિમાનમાં અફરા તફરી મચી જવા પામી હતી. યુવકને તેની હરકત બદલ અટકાયતમાં લેવામાં આવ્યો છે.

યુવકે વિમાનમાં અશ્લિલ ફિલ્મ જોઈ હતી, ત્યાર બાદ પોતાના કપડા ઉતારી દીધાં હતાં. જ્યારે એરહોસ્ટેસે તેને આમ કરતા ટોક્યો તો યુવકે તેને ગળે લગાવવાનો પ્રયત્નો કર્યો હતો.

સ્થાનિક મીડિયા અનુંસાર આ ઘૃણાસ્પદ ઘટના મલિંડૉ એરલાઈન્સની ફ્લાઈટ નંબર 162માં ઘટી હતી. વિમાન કુઆલાલમ્પુરથી ઠાકા જઈ રહ્યું હતું. વિમાનમાં એક 20 વર્ષિય યુવક પોતાના લેપટોપ પર પોર્ન ફિલ્મ જોવા લાગ્યો હતો. યુવક માત્ર આટલેથી અટક્યો ન હતો. કામુક યુવકે કોઈની પણ પરવાહ કર્યા વગર પોતાના કપડા ઉતારી દીધાં હતાં. વિમાનમાં કેટલીક મહિલાઓ પણ શામેલ હતી. યુવકની આ હરકતથી સહયાત્રીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હતી.

વિમાનના મુસાફરોએ યુવકની આ હરકતની ફરીયાદ એર હોસ્ટેસને કરી હતી. એક એર હોસ્ટેસે યુવકને તેના કપડા પહેરી લેવા સમજાવ્યો હતો. એર હોસ્ટેસની સમજાવટથી યુવકે કપડા તો પહેરી લીધા હતાં. પરંતુ એસ હોસ્ટેશને ગળે વળગાડવાનો પ્રયાસ કર્યો હતો. એર હોસ્ટેસે આમ કરતા તેને અટકાવ્યો તો તે આક્રમક બની ગયો હતો અને એર હોસ્ટેસ પર તેણે હુમલો કર્યો હતો.

આમ એર હોસ્ટેસ પર હુમલો કરાતા વિમાનના અન્યો તત્કાળ મદદે આવી પહૉંચ્યાં હતાં. તમામે મળીને યુવકને કાબુમાં લીધો હતો અને તેના હાથ બાંધી દીધા હતાં.

મલેશિયાના ન્યૂ સ્ટેટ્સ ટાઈમ્સના અહેવાલ અનુંસાર યુવક મલેશિયા યૂનિવર્સિટીનો વિદ્યાર્થી છે. એરલાઈન્સે આ બાબતે એક નિવેદન જાહેર કરતા કહ્યું હતું કે વિમાનમાં અશ્લિલ હરકત કરનારા યુવકને બાંધી દેવામાં આવ્યો હતો અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.