વિજય દેવરાકોંડાની મૂવી લીગરના ડિઝિટલ રાઈટ્સ 65 કરોડમાં વેચાયા

GUJARAT

પુરી જગન્નાથની આગામી તેલુગુ-હિન્દી ફ્લ્મિ લીગર તેના પોસ્ટ-પ્રોડક્શન તબક્કામાં પ્રવેશી ચૂકી છે. અહેવાલ મુજબ, સ્પોર્ટ્સ ડ્રામાના ડિજિટલ અધિકારો OTT જાયન્ટ ડિઝની પ્લસ હોટસ્ટારને 65 કરોડની જંગી કિંમતે વેચવામાં આવ્યા છે.

દરમિયાન સ્ટારમાં એ ફ્લ્મિના તેલુગુ સેટેલાઇટ અધિકારો હસ્તગત કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. લીગર 25 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થવાની છે. નિર્માતાઓએ ગયા વર્ષે એક વીડિયો શેર કર્યો હતો. જેણે 20 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવીને સનસનાટી મચાવી હતી. આ ફિલ્મ એક મધ્યમ વર્ગના છોકરાની સ્ટોરી છે. જે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન બનતા પહેલાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં ચા વેચતો હોય છે.

લીગરમાં માઈક ટાયસન પણ જોવા મળશે. માઈક ટાયસનના રોલ માટે નંદામુરી બાલકૃષ્ણ ડબિંગ કરશે, જ્યારે હિન્દી વર્ઝન માટે અમિતાભ બચ્ચન પોતાનો અવાજ આપશે. લિગરને તેલુગુ અને હિન્દીમાં એકસાથે શૂટ કરવામાં આવ્યું છે અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ ડબ કરવામાં આવશે. કરણ જોહર આ ફિલ્મનું હિન્દી વર્ઝન રિલીઝ કરશે.

Leave a Reply

Your email address will not be published.