વિદ્યાર્થીઓને ઉશ્કેરવાના આરોપમાં મુંબઇ પોલીસે હિન્દુસ્તાની ભાઉની ધરપકડ કરી

nation

મુંબઇ પોલીસ વિકાસ ફાટક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉની ધરપકડ કરી છે. ભાઉએ 31 જાન્યુઆરીના રોજ રાજ્યના શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડ ધારાવી સ્થિત ઘરની નજીક વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં સામેલ હોવાનો આક્ષેપ છે.

હિન્દુસ્તાની ભાઉ પર આરોપ છે કે તેણે વિદ્યાર્થીઓને ઉશ્કેર્યા અને વિરોધ પ્રદર્શન પાછળ પણ તેનો જ હાથ છે. ભાઉ પર દસમા તથા બારમા ધોરણની ઓફલાઇન પરીક્ષાને બદલે ઓનલાઇન પરીક્ષા લેવાની માગણી કરીને વિદ્યાર્થીઓ પાસે વિરોધ પ્રદર્શન કરાવ્યું હોવાનો આરોપ છે. મહારાષ્ટ્રના અનેક શહેરમાં સોમવારના રોજ દસ તથા બારમા ધોરણના વિદ્યાર્થીઓએ ઓફલાઇન પરીક્ષા કેન્સલ કરીને ઓનલાઇન પરીક્ષાની માગણી કરીને દેખાવો કર્યો હતા.

આ દરમિયાન મુંબઇમાં ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસે વિદ્યાર્થીઓ પર હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. નાગપુરમાં વિદ્યાર્થીઓએ અનેક બસમાં તોડફોડ કરી હતી. ભાઉએ વિદ્યાર્થીઓને રસ્તા પર પ્રદર્શન કરવા માટે ઉશ્કેર્યા હતા.

હજારોની સંખ્યામાં જમા થયેલા વિદ્યાર્થી-વિર્દ્યાિથનીઓની ભીડને અંકુશનમાં લાવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડયો હતો. જણાવી દઈએ કે હિન્દુસ્તાની ભાઉએ યૂ-ટયૂબ થકી વિદ્યાર્થીઓને રસ્તા પર ઊતરવાનો અનુરોધ કર્યો હતો. આ કેસમાં ગૃહમંત્રી દિલીપ વલસે પાટિલે તપાસના આદેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *