કોરોના વેક્સિનથી બચાવની સૌથી કારગર રીત વેક્સિન લગાવવી જ છે. જો કે કેટલાક લોકો આની સંભવિત સાઇડ ઇફેક્ટથી ગભરાઈ રહ્યા છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે વેક્સિનની સાઇડ ઇફેક્ટથી ગભરાવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે આ સાઇડ ઇફેક્ટ્સ જણાવે છે કે વેક્સિન શરીરમાં પોતાનું કામ કરી રહી છે.
અમેરિકાના મહામારી નિષ્ણાત અને ચીફ મેડિકલ એડવાઇઝર એન્થોની ફાઉચીએ અમેરિકન ન્યૂઝ ચેનલ MSNBCને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “હાથમાં આપવામાં આવી રહેલી વેક્સિન એક તબક્કાવાર રીતે પ્રતિક્રિયા આપે છે.
ક્યારેક-ક્યારેક બીજા ડોઝ બાદ થોડોક દુ:ખાવો થાય છે અને ઠંડી લાગે છે. આનો મતલબ છે કે હવે તમારી ઇમ્યૂન સિસ્ટમ ઝડપથી કામ કરવા લાગી છે.”
વેક્સિન ઇમ્યૂન સિસ્ટમને કોવિડ-19 સ્પાઇક પ્રોટીનને ઓળખવા અને તેની વિરુદ્ધ એન્ટીબોડી બનાવવામાં મદદ કરે છે. એન્ટીબૉડીથી ખરાબ થયા બાદ આ પ્રોટીન વાયરસને ઝડપથી વધવા અને બીમારી ફેલાવાથી રોકે છે.
આ પ્રક્રિયામાં લોકોને સાઇડ ઇફેક્ટ અનુભવાય છે. CDC અનુસાર, કોરોના વેક્સિનની સૌથી સામાન્ય સાઇડ ઇફેક્ટ ઇન્જેક્શન લાગનારી જગ્યાનું લાલ થવું, એ જગ્યા પર દુ:ખાવો અને સોજો, થાક, માથું દુ:ખવું, સ્નાયૂઓમાં દુ:ખાવો, તાવ, ઠંડી લાગવી અને ઉબકા જેવી છે. જો કે કોઈ સાઇડ ઇફેક્ટ ના અનુભવાવી તેનો મતલબ એ નથી કે વેક્સિન પ્રભાવી નથી.
ફાઉચીએ જણાવ્યું કે, વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ તેમને પણ થાક, શરીરમાં દુ:ખાવો અને ઠંડી લાગવાનો અનુભવ થયો હતો, પરંતુ એક દિવસ બાદ આ લક્ષણ જતા રહ્યા હતા. કેટલાક લોકોને વેક્સિનનો બીજો ડોઝ લગાવ્યા બાદ ઘણી વધારે સાઇડ ઇફેક્ટ અનુભવાય છે.
આવું એ કારણે થાય છે, કેમકે પહેલા ડોઝ બાદ ઇમ્યૂન સિસ્ટમ વાયરસની ઓળખ કરી ચુક્યું હોય છે અને બીજો ડોઝ મળ્યા બાદ આ એના પર ઝડપથી કામ કરે છે. આ કારણે શરીરનું તાપમાન વધવા લાગે છે અને તાવ, થાક અથા દુખાવો અનુભવાય છે.
જો તમને વેક્સિન લીધા બાદ તાવ અથવા થાક જેવી સાઇડ ઇફેક્ટ અનુભવાય છે તો આ સ્થિતિમાં CDC ઘણા તરળ પદાર્થ લેવા અને આરામ કરવાની સલાહ આપે છે. જો વેક્સિન લગાવી હોય એ હાથમાં સોજો આવી જાય તો ઠંડા પટ્ટાથી ત્યાં શેક કરો.