વેચેલાં ફોનમાંથી અંગત ફોટોનું બેકઅપ લઇ યુવતી સાથે બ્લેક મેઈલિંગ

GUJARAT

સુરતના મુગલીસરાની યુવતીને જનતા માર્કેટમાં પોતાનો મોબાઇલ ફોન વેચવાનું ભારે પડયું હતું. દુકાનદારે આ ફોનમાંથી યુવતીએ બોયફ્રેન્ડ સાથે માણેલી અંગત પળોનાં રેકોર્ડિંગનું બેકઅપ મેળવી લઇ યુવતીને બ્લેક મેઇલ કરવાની કોશિશ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

મુગલીસરા વિસ્તારમાં રહેતી યુવતીને થોડાંક દિવસ પહેલાં વોટ્સ એપ ઉપર એક લિંક આવી હતી. ગર્લફ્રેન્ડ કે ઘર પે પકડા ગયા બોયફ્રેન્ડના હેડિંગ સાથે ઓપન થયેલી આ લીંકમાં યુવતી અને તેની બોયફ્રેન્ડની અંગત પળોનો વીડિયો હતો. યુવતીએ આ લીંક ડિલીટ કરી દેતાં ઇન્સ્ટાગ્રામ ઉપર તેને ફોટો મોકલી હેરાનગતિ શરૂ કરી આ યુવતી પાસે તેના પિતાનો નંબર માગવામાં આવતો હતો.

યુવતીએ શું જોઇએ છે તેવું પૂછતાં 150 રૂપિયા જોઇએ છે તેવું કહી યુવતીના પિતાનો જ નંબર આપવા માટે દબાણ કરતાં યુવતીએ છેવટે પિતા સાથે પોતાની સાથે થઇ રહેલાં બ્લેકમેઇલિંગ અને હેરસમેન્ટની વાત કરતાં પિતા તેને સાયબર પોલીસ મથકે લઇ આવ્યા હતા. પોલીસે તપાસ કરી જનતા માર્કેટમાં મોબાઇલ ફોનની દુકાન ધરાવતાં યાસીર મોહમંદ કાપડીયાની ધરપકડ કરી હતી.

આ 19 વર્ષીય યુવાન જનતા માર્કેટમાં દુકાન ધરાવતો હતો. યુવતીએ તેને પોતાનો જૂનો ફોન વેચ્યો હતો. આ બદમાશે યુવતીના ફોનમાંથી બેકઅપ મેળવ્યું હતું. જેમાં યુવતી અને બોયફ્રેન્ડ વચ્ચેની અંગત પળોનાં વિડીયો હોઇ હેરાનગતિ શરૂ કરી હતી. સમયસર પોલીસે આ બદમાશને પકડી લઇ આ શખ્સનો હેતુ બર આવવા દીધો ન હતો. ઇન્સપેક્ટર તરૂણ ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *