વર્ષ દરમિયાન શેરબજાર કેવું રહેશે? રોકાણથી થશે ફાયદો કે નુકસાન?

nation

દરેક બજારોની ભાવિ ચાલ ગોચર ગ્રહના ઉપર આધારિત છે. આવા યોગોમાં સંક્રાંતિ એ અગત્યનું અંગ છે. બજાર ઉપર પણ સંક્રાતિની અસરો જોવા મળે છે. કઈ સંક્રાંતિમાં બજાર પર કેવી અસર થશે તે જાણીએ.

તુલા સંક્રાંતિ : વિક્રમ સંવત 2078ની તુલા સંક્રાંતિની શરૂઆત તા.5–11–2021ના રોજ 02:45 મિનિટે થાય છે. આ સંક્રાંતિના મહત્ત્વના યોગોમાં બુધ–મંગળની યુતિ, બુધ અને શનિનો કેન્દ્રયોગ, આ યોગો બજારમાં બે સાઈડની વધઘટ બતાવી શકે છે. શરૂઆતના દિવસોમાં બજાર મજબૂત રહે, પણ અંતિમ દિવસોમાં બજારમાં વેચવાલી આવી શકે છે. સોના–ચાંદીમાં બજારમાં મજબૂતી જોવા મળે.

વૃશ્ચિક સંક્રાંતિ : 2078ની વૃિૃક સંક્રાંતિ તા.16–11–21ના દિવસે 13:6 અને 04 મિનિટે શરૂ થાય છે. આ સંક્રાંતિમાં શેરબજારમાં ભારે પછડાટના યોગ છે. સંક્રાંતિની શરૂઆત સામાન્ય મજબૂતાઈથી થાય, પણ આ મજબૂત ભાવમાં વેચીને વેપાર કરવા લાભદાયી રહે. સંક્રાંતિના મધ્યના દિવસો સુધી બજારમાં મજબૂતી રહે. સોના–ચાંદીમાં થોડી નરમાશ જોવા મળી શકે છે, પરંતુ નીચા મથાળે વેચવું નહીં. બજારમાં કીમતી ધાતુમાં તેજી જોવા મળે.

ધન સંક્રાંતિ : આ સંક્રાંતિ તા.16–12–2021ના દિવસે 03.25 મિનિટે બેસે છે. આ સંક્રાંતિના મહત્ત્વના યોગો જોઈએ તો બુધ ઘર્ષણનો ત્રિકોણ યોગ છે. શેરબજારમાં શરૂઆતના દિવસોથી વેચીને વેપાર કરવો હિતાવહ છે. સંક્રાંતિના મધ્યના દિવસ સુધી બજારમાં વધઘટ કે મંદી જોવા મળે. આ દિવસોમાં એક બે દિવસ નફારૂપી લેવાલી આવતા બજારમાં મજબૂતી જોવા મળે પણ વેચીને વેપાર કરવો. સોના–ચાંદી અને વાયદા માટે આ સંક્રાંતિ મજબૂત ભાવ બતાવનાર નીવડી શકે છે.

મકર સંક્રાંતિ : આ સંક્રાંતિ તા.14–01–2022ના દિવસે 02:30 મિનિટે શરૂ થાય છે. આ સંક્રાંતિ પર બજારમાં ભારે મંદી જોવા મળે. શરૂઆતના દિવસો પણ બજારમાં વેચીને વેપાર કરવો. સંક્રાંતિના મધ્યના દિવસો સુધી બજારમાં વેચતા જવું, પણ નફારૂપી લેવાલ આવી શકે છે તો નફો બુક કરતાં જાવ. સંક્રાંતિના મધ્યથી અંતિમ દિવસો સુધીમાં આકસ્મિક કારણો આવતા શેરબજારમાં પછડાટ જોવા મળે. સોના–ચાંદી અને વાયદા બજારમાં શરૂઆતના દિવસો મજબૂત ભાવ બતાવી શકે છે.

કુંભ સંક્રાંતિ : આ સંક્રાંતિની શરૂઆત તા.13–02–22 ના રોજ 03:29 મિનિટે થાય છે. તા. 1 માર્ચથી શેરબજારમાં મોટી વેચવાલી આવે તેવા યોગો છે. આ સંક્રાંતિના શેર બજાર માટે યોગ્ય નથી. નિફટી વેચીને મંદીનો વેપાર કરી શકાય. સંક્રાંતિના મધ્યના દિવસો સુધી નફારૂપી લેવાલી નીકળી શકે છે માટે નફો બુક કરતાં જવો. સોના–ચાંદી અને વાયદા બજારમાં પણ બજારના ટોન નરમાઈ તરફી રહી શકે છે.

મીન સંક્રાંતિ : આ સંક્રાંતિની શરૂઆત તા.15–03–22ના દિવસે 00 કલાક અને 17 મિનિટે થાય છે. શેરબજારની શરૂઆત આ સંક્રાંતિ પર મજબૂતીથી થાય, પણ વેચીને મંદીનો વેપાર ગોઠવવો હિતાવહ છે. સંક્રાંતિના શરૂઆતના દિવસોમાં બજારમાં દરેક ભાવે વેચીને મંદીનો વેપાર કરવો. મધ્યના દિવસો સુધી બજારમાં બેતરફી વધઘટ આવી શકે છે. સોના–ચાંદી અને વાયદા બજારમાં શરૂઆતના દિવસોમાં મંદીતરફી રહી શકે છે.

મેષ સંક્રાંતિ : આ સંક્રાંતિની શરૂઆત તા.13–04–22ના દિવસે 08 કલાક અને 43 મિનિટે શરૂ થાય છે. સંક્રાંતિમાં શરૂઆતના દિવસોમાં બજારમાં મજબૂતીના યોગો છે. સંક્રાંતિના અંતિમ દિવસોમાં બજારમાં ઝડપી–મોટી વેચવાલી આવી શકે છે. સોના–ચાંદી ને વાયદા બજારમાં શરૂઆત મંદ થાય.

વૃષભ સંક્રાંતિ : વૃષભ સંક્રાંતિની શરૂઆત તા.15–05–22ના દિવસે 05.8 અને 31 મિનિટે શરૂ થાય છે. આ સંક્રાંતિની શરૂઆત શેરબજાર માટે નેગેટિવ રહી શકે છે. સંક્રાંતિના મધ્યના દિવસોમાં બજારમાં નફારૂપી લેવાલી નીકળતા બજારમાં મજબૂતી જોવા મળે. એક–બે સારા તેજીના ઉછાળા આવી શકે છે, પણ તેજીનો વેપાર કરવો નહીં. વૃષભ સંક્રાંતિમાં સોના–ચાંદીમાં શરૂઆતથી બજાર તેજીતરફી રહી શકે છે.

મિથુન સંક્રાંતિ : આ સંક્રાંતિની શરૂઆત તા. 15–6–22ના દિવસે 12 કલાક અને 05 મિનિટે થાય છે. આ સંક્રાંતિના શરૂઆતના દિવસોમાં તેજીનો વેપાર કરવો યોગ્ય નથી. બજારમાં નફારૂપી લેવાલી આવતાં ભાવમાં ઉછાળા આવે તેમાં વેચવું હિતાવહ છે. સોના–ચાંદી અને વાયદામાં સંક્રાંતિના શરૂઆતના દિવસોમાં જ બંને કીમતી ધાતુમાં મોટી વેચવાલીના યોગ છે.

કર્ક સંક્રાંતિ : આ સંક્રાંતિની શરૂઆત તા.16–07–22ના દિવસે 22 કલાક અને 57 મિનિટે શરૂ થાય છે. આ સંક્રાંતિની શરૂઆત મજબૂત ઈન્ડેક્સ ખૂલી થઈ શકે છે અને શરૂઆતના દિવસોમાં બજારમાં મજબૂતી જોવા મળે પણ આ મજબૂત ભાવમાં વેચીને વેપાર કરવો. નિફટી વેચીને વેપાર કરવો લાભદાયી રહે. સોના–ચાંદી અને વાયદા બજારમાં મજબૂતી જોવા મળે. સંક્રાંતિના મધ્યના દિવસો સુધી બજાર વધઘટે તેજીતરફી રહે. સંક્રાંતિના મધ્યના દિવસોથી અંતિમ દિવસોમાં બજારમાં વેચવાલી આવી શકે છે.

સિંહ સંક્રાંતિ : આ સંક્રાંતિની શરૂઆત તા. 17–08–22ના દિવસે સવારે 07 અને 23 મિનિટે બેસે છે. શરૂઆત મંદ થશે, પરંતુ સંક્રાંતિના મધ્યના દિવસોમાં નફારૂપી લેવાલી નીકળતા બજારમાં મજબૂત ભાવ જોવા મળી શકે છે. આ મજબૂત ભાવમાં વેચીને વેપાર કરી શકાય. સોના–ચાંદી અને વાયદાબજાર માટે આ સંક્રાંતિ મજબૂતી આપનાર નીવડી શકે છે. એકંદરે આ સંક્રાંતિ બંને સાઈડની વધઘટ બતાવી શકે છે.

કન્યા સંક્રાંતિ : આ સંક્રાંતિની શરૂઆત તા. 17–09–22ના દિવસે કલાક 7 અને 22 મિનિટે થાય છે. શેરબજારની શરૂઆત આ સંક્રાંતિમાં મજબૂતીથી થશે. દરેક ભાવે તેજીનો વેપાર કરવો લાભદાયી રહે. સ્ટોક કરીને તેજીનો વેપાર કરવો. સંક્રાંતિના મધ્યના દિવસોમાં પણ વધઘટ બજારમાં તેજી જોવા મળે. આ સંક્રાંતિમાં સોના–ચાંદી અને વાયદાબજારમાં બે તરફી મોટી વધઘટના યોગ છે.

Leave a Reply

Your email address will not be published.