વરસાદમાં ઘરે જ બનાવો ફણગાવેલા મગના ગરમા ગરમ દાળવડા, એકદમ સહેલી રીત

kitchen tips

ફણગાવેલા મગ ખાવાથી ખૂબ ફાયદો થાય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ફણગાવેલાં મગ આપણાં સ્વાસ્થ્યને કઈ રીતે સાચવે છે તે ઘણાં લોકો જાણતાં નહીં હોય. ફણગાવેલાં મગમાં ભરપૂર માત્રામાં ફાયબર અને પ્રોટીન હોય છે. ત્યારે આજે રથયાત્રા છે આજના દિવસે પ્રસાદી તરીકે ફણગાવેલા મગ આપવામાં આવે છે. તો આવો જોઇએ ફણગાવેલા મગમાંથી કેવી રીતે બનાવાય દાળવડા..

સામગ્રી

1 બાઉલ – ફણગાવેલા મગ, 1 નંગ – આદુનો ટૂકડો, 8-10 નંગ – લીલા મરચાં, 10 નંગ – લસણની કળી, 1 ચપટી – હીંગ
1/2 બાઉલ – ડુંગળી, 1/2 બાઉલ – મરચાં ,સ્વાદાનુસાર – મીઠું, તળવા માટે – તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ ફણગાવેલા મગને મિક્સરમાં અધકચરા પીસી લો. હવે તેમા સ્વાદાનુસાર મીઠું ઉમેરી લો. ત્યાર પછી તેમા આદુ, મરચાં, હિંગ, લસણ વાટીને નાખો. હવે તેણે બરાબર મિક્સ કરી લો. આ દરેક વસ્તુને ખીરામાં મિક્સ કરી લો. ધ્યાન રાખો કે ખીરૂ વધારે ઢીલું ન થઇ જાય. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે તેમાં દાળવડાનું ખીરૂ ઉમેરીને વડા તળી લો. વડા આછા બ્રાઉન રંગના થાય એટલે તેને એક પ્લેટમાં નીકાળી લો. તૈયાર છે ગરમા ગરમ ફણગાવેલા મગના દાળવડા.. જેને તમે ચટણી અને કાચી ડુંગળી તેમજ સહિત તળેલા મરચા સાથે સર્વ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *