વાનખેડે પાસેથી આર્યનનો કેસ પરત લેવાયો, મલિકે કહ્યું, હજુ તો…

Uncategorized

મુંબઈ ડ્રગ્સ કેસમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે મુંબઈ NCB આ મામલે તપાસ નહીં કરે. આ એ જ કેસ છે જેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ફસાઈ ગયો હતો. આ ઉપરાંત નવાબ મલિકના જમાઈ સામેના કેસની તપાસ પણ મુંબઈ ઝોનની NCB નહીં કરે. મુંબઈ ઝોનમાંથી આર્યન સહિત 6 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, મુંબઈ ઝોનના ડાયરેક્ટર સમીર વાનખેડે છે. આવી સ્થિતિમાં આર્યન ખાન અને નવાબ મલિકના જમાઈને સંડોવતા કેસ ભલે પાછા લઈ લેવામાં આવ્યા હોય, પરંતુ મુંબઈ ઝોનના ડિરેક્ટર સમીર જ રહેવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે એનસીબીની સેન્ટ્રલ ટીમ આર્યન ખાન અને સમીર ખાનના કેસની તપાસ કરી શકે છે.

એવું પણ સામે આવ્યું છે કે હવે સમીર વાનખેડે આ કેસોમાં તપાસ નહીં કરે, પરંતુ NCB અધિકારી સંજય સિંહની અધ્યક્ષતામાં તપાસ આગળ ધપાવવામાં આવશે. આવી સ્થિતિમાં સમીર વાનખેડે પાસેથી આ હાઈપ્રોફાઈલ કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આર્યન કેસ દરમિયાન સમીર વાનખેડે પર ઘણા ગંભીર આરોપો લાગ્યા છે, એક સાક્ષીએ કરોડો રૂપિયાની ખંડણીની વાત પણ કહી છે, તેથી હાલ આ કેસ તેમની પાસેથી પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને સંજય સિંહ આ તપાસને આગળ વધારશે.

સમીર વાનખેડેનું સુરત કનેક્શન સામે આવ્યુ

તો બીજી તરફ હવે સમીર વાનખેડેનું સુરત કનેક્શન સામે આવ્યુ છે. હકિકતમાં વાનખેડેની બહેન યાસમીનનો પતિ સુરતનો રહેવાસી હોવાની વાત સામે છે. તમને જણાવી દઈએ કે, યાસમીનના લગ્ન ખાન અબ્દુલ અઝીઝ સાથે થયા હતા.જો કે તેઓ હાલમાં ક્યાં છે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. જો કે ખાન અબ્દુલ અઝીઝ હાલ વિદેશમાં હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *