વાલીઓ માટે ચોકાવનારી ઘટના, વિદ્યાર્થિની પર 6 કિશોરોએ ગેંગરેપ કર્યો

GUJARAT

નર્મદાના ડેડિયાપાડામાં વિદ્યાર્થિની પર ગેંગરેપ ઘટના સામે આવી છે. જેમાં ધો-11ની વિદ્યાર્થિની પર 6 કિશોરોએ ગેંગરેપ કર્યો છે. તેમાં 6 કિશોરોએ શાળા પાછળ લઈ જઈ રેપ આચર્યો હતો. જેમાં ડેડિયાપાડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

3 કિશોરો એસટી ડેપો પાસેથી લઈ ગયા

ઉલ્લેખનિય છે કે ડેડીયાપાડામાં ઘો.11ની વિદ્યાર્થિની પર સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું છે. જેમાં 6 કિશોરોએ ગેંગરેપ કર્યો છે. તેમાં તમામને ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડ્યા છે. તથા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોની માગ છે. ઘટનામાં વિધાર્થિનીને 3 કિશોરો એસટી ડેપો પાસેથી લઈ ગયા હતા. જેમાં ડેડીયાપાડા પોલીસે વધુ તપાસ તેજ કરી છે.

ગણતરીના સમયમાં હવસખોર યુવકોને ઝડપી પાડ્યા

ડેડિયાપાડામાં એક સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેના કારણે સમગ્ર પંથકમાં હડકંપ મચી ઉઠ્યો છે. પોલીસને જ્યારે આ મામલે ફરિયાદ મળી ત્યારે પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ આરંભી અને ગણતરીના સમયમાં હવસખોર યુવકોને ઝડપી પાડ્યા છે. જેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સગીરા માસીના ઘરેથી મળી આવી

ડેડિયાપાડાની રહેતી સગીરા સામૂહિક દુષ્કર્મનો શિકાર થયા બાદ સગીરા ઘરે ન ગઈ જેથી પરિવારજનોએ તેની શોધખોળ આરંભી તો સગીરા તેની માસીના ઘરે હોવાનું સામે આવ્યું. જ્યા સગીરાએ કબૂલ્યું કે તેના ઉપર સામુહિક દુષ્કર્મ થયું હતું જેથી તે ઘરે આવી નહોતી. આ મામલે માતાપિતાને જાણ થતાજ તેમણે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે સગીરાને લઈને આવતા ગઈ કાલ રાત્રિથી પોલીસ એક્શનમાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *