14 ફેબ્રુઆરીને વિશ્વમાં પ્રેમનો તહેવાર વેલેન્ટાઈન ડે ખૂબ ધામધૂમથી ઉજવાય છે. પ્રેમમાં ગળાડૂબ રહેતા લોકો પ્રેમનો એકરાર કરે છે. વેલેન્ટાઈન ડેના એક અઠવાડિયા પહેલાથી પ્રેમની શરૂઆત થઈ જાય છે. લવ બર્ડને માટે આ અઠવાડિયું કોઈ તહેવારથી ઉતરતું નથી. તેમાં યુવક- યુવતીઓ એકમેકની સાથે પ્રેમનો એકરાર કરે છે અને સરપ્રાઈઝ આપે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વેલેન્ટાઈન વીક શાનદાર અને યાદગાર સાબિત થવાનું છે. તો તમે પણ જાણો તમારું ભાવિ.
મિથુન રાશિ
જ્યોતિષનું માનવું છે કે આ વર્ષે વેલેન્ટાઈન કેટલીક રાશિના લોકો માટે ખાસ સાબિત થશે. તેમાં મિથુન રાશિના લોકો પણ સામેલ છે. આ વેલેન્ટાઈન ડેના જાતકો પોતાના પ્રેમનો એકરાર કરશે અને તેઓને પાર્ટનરથી પાસેથી હકારાત્મક જવાબ મળશે. જે લોકો લગ્નનું વિચારી રહ્યા છે તે આ અઠવાડિયે પરિજનો સાથે મેળાપ કરી શકશે. અન્ય પરીણિત વ્યક્તિઓ વચ્ચે આ અઠવાડિયે સંબંધોમાં નિકટતા આવશે.
કર્ક રાશિ
જ્યોતિષના અનુસાર કર્ક રાશિના જાતકો પાર્ટનરની સાથે બંધનમાં બંધાઈ સકે છે. તેમની સગાઈ કે સંબંધ બંધાઈ જવાની આશા છે. લગ્ન કરી ચૂકેલા લોકોને એકમેકનો સહયોગ કરે છે. તેનાથી સંબંધોમાં મજબૂતી આવશે અને રોમાન્સ પણ વધશે.
સિંહ રાશિ
આ રાશિના લોકોના જીવનમાં પ્રેમની એન્ટ્રી થશે. પ્રેમ કરનારા અને લગ્ન કરી ચૂકેલા લોકોના જીવનમાં નિકટતા આવશે. જે લોકોના પરિવાર લગ્ન માટે રાજી થઈ રહ્યા નથી. તેમને માટે રાહ જોવાનો સમય ખતમ થશે, સિંગલ લોકો જો કોઈને પ્રેમનો એકરાર કરવા ઈચ્છો છે તો તેમને માટે આ સમય ખાસ છે.
કન્યા રાશિ
જ્યોતિષના અનુસાર આ રાશિના લોકોને માટે આ અઠવાડિયું સારું રહેશે. જ્યાં સિંગલ્સને સાથી મળી શકે છે ત્યારે કપલ્સની વચ્ચેનું અંતર ઘટશે અને પ્રેમ અને રોમાન્સ વધતો દેખાશે. કોઈ ટ્રિપ પર જવાના યોગ પણ બની રહ્યા છે.