Valentines Day: પત્નીની યાદમાં 2 કરોડનું મંદિર, રોજ કરે છે પૂજા

GUJARAT

જીવનમાં દરેક વ્યક્તિને તેમનો પ્રેમ મળે તે જરૂરી હોતું નથી. કોઈની લવ લાઈફ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ જાય છે તો કોઈનો પ્રેમ અધૂરો રહી જાય છે. એક સારી પ્રેમ કહાની માટે એક સારા પાર્ટનરની જરૂર રહે છે. Valentines Day અનેક લોકો માટે ખાસ હોય છે. આ ખાસ દિવસે અનેક લોકો તેમના પ્રેમનો એકરાર કરે છે. તેવામાં ગુજરાતના સુરેન્દ્રનગર-વઢવાણ તાલુકાના ખધેલી ગામ પાસે એક પતિએ મૃત પત્નીની યાદમાં તેની પ્રતિમા સાથેનું પ્રેમમંદિર બનાવ્યું છે. જેમાં તે મંદિરમાં રોજ પૂજા- અર્ચના કરવામાં આવે છે.

સાચા અર્થમાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી સાર્થક

આ મૂર્તિની પૂજા-અર્ચના કરીને લાલારામભાઈએ જાણે સાચા અર્થમાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી સાર્થક કરી રહ્યા છે. હાલ વૃદ્ધાશ્રમમાં અનેક વૃદ્ધોને રહેવા અને ભોજન સહિતની સુવિધા મળે છે. હાલ 65 વર્ષ હોવા છતાં લાલરામભાઈ આ માટે પરિશ્રમ કરી રહ્યા છે.

વૃદ્ધાશ્રમ બનાવી તેમાં પત્નીની યાદમાં મંદિર બનાવ્યું

ઉલ્લેખનિય છે કે લવ લાઈફ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ જાય છે. ત્યારે પત્નીના કાયમી સંભારણા માટે કાંઈક કરવાની લાલારામભાઈને ઇચ્છા થઈ અને દુધરેજના નગરાગામ વચ્ચે 4 એકર જમીન ખરીદી હતી. જેની પર 15 વર્ષ પૂર્વે રૂ. 2 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બનાવી તેમાં પત્નીની યાદમાં મંદિર બનાવ્યું હતુ. અને તેમાં લલિતાબહેનની મૂર્તિ સ્વરૂપ પ્રતિમાની સ્થાપના કરી હતી.

અજબ પ્રેમ કી ગજબ કહાની:

ગામમાં દાતણ વેચી પરિવારનું ગુજરાત ચલાવતા દેવીપૂજક લાલારામ ભોજવિયા કમાણી માટે પત્ની લલિતાબહેન સાથે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમનું નસીબ જોર કરી ગયું અને એન્ટિક વસ્તુના વેપારમાં તેઓ ઘણુ કમાયા હતા. જેમાં તેમણે 2 કરોડ રૂપિયા ખર્ચીને વૃદ્ધાશ્રમ પણ બનાવ્યું હતું. જેના ઉદ્ઘાટનમાં મોરારી બાપુ પણ પહોંચ્યા હતા. લલિતાબહેનના નિધન બાદ લાલારામે પત્નીની યાદમાં સુરેન્દ્રનગરના દૂધરેજ-ખોડુ રોડ પર વૃદ્ધાશ્રમ બનાવ્યો અને તેમાં લલિતાબહેનની આબેહૂબ મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરી હતી. 51 વર્ષના લલિતાબેન બિમાર પડ્યા અને આખરે તેમણે આ ફાની દુનિયાને વિદાય આપી. બસ આ જક્ષણે લાલારામે નિર્ણય લીધો તે પણ પત્ની માટે કંઈક અલગ જ કરશે.

4 એકર જમીનમાં શરૂ કર્યો વૃદ્ધાશ્રમ અને બનાવ્યુ મંદિર

પત્નીના કાયમી સંભારણા માટે કાંઈક કરવાની લાલારામભાઈને ઇચ્છા થઈ અને દુધરેજના નગરાગામ વચ્ચે 4 એકર જમીન ખરીદી હતી. જેની પર 15 વર્ષ પૂર્વે રૂ. 2 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બનાવી તેમાં પત્નીની યાદમાં મંદિર બનાવ્યું અને તેમાં લલિતાબહેનની મૂર્તિ સ્વરૂપ પ્રતિમાની સ્થાપના કરી હતી.

Leave a Reply

Your email address will not be published.