Valentine Week List : કરો Rose Dayથી Valentine Day સુધીનો પ્લાન

GUJARAT

વેલેન્ટાઈન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થઈ રહી છે. આ દિવસે Rose dayની ઉજવણી કરાશે અને પછી સાથે જ બીજા દિવસે પ્રપોઝ ડે અને Chocolate day, Teddy day, Promise day, Hug day, Kiss day પછી છેલ્લે આવે છે Valentines’ day. ફેબ્રુઆરી મહિનાને પ્રેમનો મહિનો માનવામાં આવે છે. કેમેક આ મહિને વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે. આ સમયે ખાસ કરીને કપલ્સ એકમેકની સાથે પ્રેમનો એકરાર કરે છે. આ અઠવાડિયામાં તમે આ 7 દિવસને ખાસ કેવી રીતે બનાવી શકો છો તેનો પ્લાન કરી લો તે જરૂરી છે. તો જાણો ખાસ પ્લાન.

કરી લો આ ખાસ પ્લાન

Rose Day – 7 Feb 2022
આ દિવસે કપલ્સ એકમેકને લાલ ગુલાબ આપીને ફિલિંગ્સ શેર કરે છે. અનેક કેસમાં જોવા મળે છે કે યુવકો પોતાની પાર્ટનરને ફૂલ આપે છે. આ દિવસે અનેક યુવતીઓ પણ પાર્ટનરને રોઝ ગિફ્ટના રૂપે આપે છે. તો જાણો કઈ રીતે આ દિવસને ખાસ બનાવી શકાશે. આ દિવસને ખાસ બનાવવા માટે પાર્ટનરને મળો છો તો તેને એક ફૂલ આપી શકો છો કે પછી કોઈ બુકે આપી શકો છો. જો કોઈ કારણે મળી ન શકો તો તમે ઓનલાઈન પ્લેટફોર્મથી પણ તેને પહોંચાડી શકો છો.

Propose Day, 8 Feb 2022
વેલેન્ટાઈન ડેના બીજા દિવસે આ ડે ઉજવાય છે. આ દિવસે તમામ યુવકો પસંદની યુવતીને પ્રપોઝ કરે છે. કહેવાય છે કે આ પ્રપોઝ કરવા માટેનો સૌથી સારો દિવસ હોય છે. જો આ દિવસે તમે કોઈ ખાસને પ્રપોઝ કરો છો તો કોઈ રોમેન્ટિક જગ્યાએ પ્રપોઝ કરો છો અને મળી શકતા નથી તો વીડિયો કોલ પર પણ દિલની વાત કરી શકો છો.

Chocolate Day, 9 February 2022

વેલેન્ટાઈન વીકના ત્રીજા દિવસે ચોકલેટ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે પાર્ટનરને ચોકલેટ આપીને આ દિવસને ખાસ બનાવી શકાય છે. જો તમે આ દિવસને ખાસ બનાવવા ઈચ્છો છો તો પોતાના હાથે બનાવેલી ચોકલેટ આપી શકો છો. વિશ્વાસ કરો તેને જોઈને તમારો પાર્ટનર ખુશ જ થશે.

Teddy Day, 10 February 2022
આ દિવસે પોતાના પાર્ટનરને ટેડી ગિફ્ટ કરવાનું સારું હોઈ શકે છે. યુવતીઓને ટેડી ઘણું પસંદ હોય છે. જો તમે તમારા પાર્ટનરને ટેડી ગિફ્ટ કરો છો તો યાદ રાખો ગુલાબી કે લાલ રંગનું ટેડી ગિફ્ટ કરશો તો તેને પસંદ પણ આવશે. તેનું કારણ એ છે કે યુવતીઓને લાલ અને ગુલાબી રંગ ખૂબ જ પસંદ આવે છે.

Promiss Day, 11 February 2022
વેલેન્ટાઈન વીકના પાંચમા દિવસે પ્રોમિસ ડેના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે કપલ એકમેકને કેટલાક પ્રોમિસ આપે છે અને તેને નિભાવે છે. જો તમે તમારી પાર્ટનરને કેટલાક પ્રોમિસ કરવા ઈચ્છો છો તો યાદ રાખો કે દિલની વાત કહેતી સમયે તમારી આંખમાં આંખ મિલાવીને કરો. ગર્લ્સને એવા છોકરાઓ પસંદ હોય છે. જે વિશ્વાસની સાથે તેની આંખથી આંખ મિલાવીને વાત કરે.

Hug Day, 12 February 2022
ગળે મળવું એટલે કે હગ કરવાના અલગ અલગ મતલબ હોય છે. કેટલાક લોકો એકમેકથી અલગ થતી સમયે હગ કરે છે તો કેટલાક લોકો દોસ્તીમાં હગ કરે છે. વેલેન્ટાઈન વીકમાં પોતાના પાર્ટનરને પ્રેમવાળું હગ કરીને તમારા પ્રેમને વધારે મજબૂત કરી શકાય છે.

Kiss Day, 13 February 2022
આ દિવસને કિસ ડેના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે પાર્ટનરને કિસ કરીને તેને ખાસ અનુભવ કરાવી શકો છો.

Valentine’s Day, 14 February 2022
વેલેન્ટાઈન ડે 14 ફેબ્રુઆરીએ આવે છે. આ દિવસની તમામ લોકો ખાસ રીતે રાહ જોતા હોય છે. આ દિવસે પાર્ટનરની સાથે રોમેન્ટિક લંચ પર જઈ શકો છો અને ફરી લોન્ગ રાઈડ પર જઈ શકે છે.

પાર્ટનરને મળીને આ દિવસને ખાસ દરૂર બનાવો. પરંતુ જો કોઈ કારણથી નથી મળી રહ્યા છે તો વર્ચ્યુઅલી તેને ખાસ બનાવવાની કોશિશ કરો. તમે બંનેને માટે ફૂડ ઓર્ડર કરો અને ફરી સાથે વીડિયો કોલ પર એક સાથે લંચ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.