ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને સાથે જ આ મહિનામાં ખાસ કરીને વેલેન્ટાઈન ડેનો અવસર પણ આવી રહ્યો છે. આ દિવસની ઉજવણી એક અઠવાડિયા સુધી થતી રહે છે. પ્રેમને જાહેર કરતા આ વેલેન્ટાઈન ડેના દિવસની અનેક લોકો લાંબા સમયથી રાહ જોતા હોય છે. આ દિવસે પાર્ટનર એકમેકને પ્રેમનો એકરાર કરે છે. આ સિવાય અનેક લોકો ખાસ ગિફ્ટની આપ લે કરતા રહે છે. તો જાણો કઈ વસ્તુઓ આપવાનું ટાળવું યોગ્ય છે.
ડૂબતા જહાજનો ફોટો
વાસ્તુના અનુસાર પાર્ટનરને ક્યારેય ડૂબતા જહાજનો ફોટો ગિફ્ટમાં ન આપવો. આ રીતના ફોટો આપવાનું અશુભ માનવામાં આવે છે. તેનાથી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.
કાળા કપડા
વાસ્તુ અનુસાર ક્યારેય ગિફ્ટમાં કોઈ વ્યક્તિને કાળા વસ્ત્રો ન આપો. જો તમે સામેની વ્યક્તિને અજાણતા પણ આ પ્રકારના કપડા ગિફ્ટમાં આપો છો તો તે દુઃખ, કષ્ટ અને પીડાનું કારણ બની શકે છે.
જૂતા
પાર્ટનરને ક્યારેય જૂતા ગિફ્ટ કરવા નહીં. તમને જાણીને નવાઈ લાગી શકે છે કે જૂતા ગિફ્ટમાં આપવા એ અલગ થવાનું પ્રતીક માનવામાં આવે છે.
રૂમાલ
કોઈ પણ વ્યક્તિ કોઈને પણ ગિફ્ટમાં રૂમાલ ન આપે તે યોગ્ય છે. ગિફ્ટમાં રૂમાલ આપવું એ દુઃખનું કારણ મનાય છે. આમ કરવાથી પતિ પત્નીની વચ્ચે ઝઘડા થવાની શક્યતા વધી જાય છે.
ઘડિયાળ
તમે અનેક લોકોને એકમેકને ગિફ્ટમાં ઘડિયાળ આપતા જોયા હશે. ઘડિયાળ ગિફ્ટમાં આપવી એ જીવનની પ્રગતિને રોકવા સમાન માનવામાં આવે છે તો તમે તમારા પ્રિય પાત્રને આ વસ્તુ ગિફ્ટમાં ન આપો.
વેલેન્ટાઈન ડે અને વાસ્તુનો ખાસ સંબંધ છે. વેલેન્ટાઈન ડેના દિવસે પ્રિયપાત્રને ગિફ્ટ આપતા પહેલા આ વસ્તુનું ધ્યાન રાખો અને પછી આ વસ્તુઓ સિવાયની તેમની પસંદને ધ્યાનમાં રાખીને તેમને માટે ગિફ્ટ લાવો તે યોગ્ય રહેશે. તેઓ ખુશ પણ થશે અને સાથે જ તમારા અને તેમના સંબંધોમાં પણ નિકટતા આવશે.