વૈભવકારક ગ્રહ શુક્ર ધન રાશિમાં થશે માર્ગી, જાણો કોને થશે ફાયદો

GUJARAT

વૈભવ અને વિલાસતાનો ગ્રહ શુક્ર 29મી જાન્યુઆરી એટલે કે આજે માર્ગી થઇ જશે. આ સાથે 29 જાન્યુઆરીએ સાંજે 6.20 કલાકે બુધ પૂર્વ દિશામાં ઉદય થશે.

જ્યોતિષશાસ્ત્રમાં, ગ્રહોનુ માર્ગી એટલે સીધી ગતિમાં આવવુ કે પછી વક્રી થવુ તેમજ ઉદય કે અસ્ત થવાની અસર જોવા મળે છે. શુક્ર હાલમાં ધનરાશિમાં છે અને આ જ રાશિમાં માર્ગી થશે 27 ફેબ્રુઆરીએ સવારે 10:14 પછી તે મકર રાશિમાં જશે. શુક્રના રાશિચક્રના પરિવર્તનને કારણે આ પાંચ રાશિને થશે ફાયદો.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ અને શુક્ર વચ્ચે મિત્રતા છે. આથી મકર અને કુંભ રાશિના જાતકોને શુક્રના માર્ગી રહેવાનો પૂરો લાભ મળશે. આ સાથે શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. આવી સ્થિતિમાં માર્ગી શુક્ર આ રાશિના લોકોને લાભ કરાવશે.

મિત્ર-સમ-શત્રુ

બુધ, શનિ, રાહુ-શુક્રના મિત્ર છે. મંગળ, ગુરુ, શુક્રના સમાન છે. સૂર્ય, ચંદ્ર શુક્રના શત્રુ છે. શુક્ર ઉત્તર દિશામાં બળવાન બને છે. શુક્ર દિવસે બળવાન બને છે. શુક્ર ઉત્તરાયનમાં બળવાન બને છે. શુક્ર પોતાની રાશિમાં ઉચ્ચનો, પોતાના નવમાંશમાં, શુક્રવારે, રાશિના મધ્યભાગમાં, મધ્યાહૃન વખતે શુભ ફળ આપે છે.

બુધ ગ્રહ
બુધ એ વાણીનો કારક ગ્રહ છે. બુધનાં જુદાં જુદાં નામો આ પ્રમાણે છે. બુધ, વિત્ત, જ્ઞા, સૌમ્ય, ચંદ્રપુત્ર, શ્યામગાત્ર, અતિદીર્ઘ, ઇંદુજ, મૃગક્તિનય, સોમકુમાર, પ્રભાસુત. બુધ કુમાર સ્વરૂપનો જાણવો. બુધ રજોગુણી ગ્રહ છે. બુધ મિથુન, કન્યા રાશિનો અધિપતિ છે. બુધ જે ગ્રહ સાથે હોય તેવો બને છે. એટલે શુભ ગ્રહ સાથે હોય તો તે શુભ અને અશુભ ગ્રહ સાથે હોય તો અશુભ બને છે.

બુધ કન્યા રાશિમાં ઉચ્ચનો બને છે. બુધ, મીન રાશિમાં નીચનો બને છે. બુધ, મિથુન અને કન્યા રાશિમાં સ્વગૃહી બને છે. બુધ કન્યા રાશિમાં આવ્યા પછી પંદર અંશ સુધી ઉચ્ચનો બને છે. પછી વીસ અંશ સુધી મૂળ ત્રિકોણ બને છે અને છેવટે છેલ્લા અંશ સુધી સ્વગૃહી બને છે.

મેષ રાશિ
પૈસા તો મળશે પણ ખર્ચ પણ વધશે. શુક્ર હાલમાં મેષ રાશિના 9મા સ્થાનમાં છે. આનાથી ધન લાભ થશે. પૈસાની સ્થિતિ મજબૂત રહેશે.

વૃષભ રાશિ
અચાનક તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આકસ્મિક પૈસા મળવાની સંભાવના છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. તણાવમાં ઘટાડો થશે.

તુલા રાશિ
સારા પગારવાળી નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે યોગ્ય સમય તમારી પ્રગતિ થશે. પૈસાની તંગીનો અંત આવશે. મુશ્કેલીઓ સરળ થશે. આરોગ્ય સુધારશે.
મકર રાશિ
સંપત્તિના નવા માર્ગો ખુલશે. આવકના સ્ત્રોત વધશે. તમારા બારમા ભાવમાં શુક્રનું આવવું તમારા માટે ખૂબ જ શુભ રહેશે. કાર્યસ્થળ પર તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર પડશે. આ દરમિયાન દુશ્મનો તમારા પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરશે

કુંભ રાશિ
તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. સરકારી નોકરી મળવાના ચાન્સ છે. શુક્ર કુંભ રાશિમાંથી 11મા ભાવમાં ગોચર કરશે. આ સમયગાળો આર્થિક ફાયદાઓ દર્શાવે છે. વેપારમાં પણ લાભ થવાની સંભાવના છે. કોઈ પણ વસ્તુ વેચવાનો નિર્ણય ઉતાવળમાં ન લો.

Leave a Reply

Your email address will not be published.