વડોદરામાં સ્પાની આડમાં કૂટણખાનાનો પર્દાફાશ, ગ્રાહક બની પહોંચી પોલીસ

GUJARAT

ગુજરાતમાં સ્પા સેન્ટર અને મસાજ પાર્લરની આડમાં દેહ વેપારના ગોરખધંધા ચાલતા હોવાના કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે, ત્યારે આજે વડોદરાના હરણી રોપ પરથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના હરણી રોડ પર આવેલા ઓરા ઈન્ટરનેશનલ સ્પાની આડમાં કૂટળખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે હરણી પોલીસે ડમી ગ્રાહક મોકલીને સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો.

મહિલા પોલીસ સાથેની ટીમે તપાસ કરતાં એક રૂમમાથી ડમી ગ્રાહક સાથે આવેલી યુવતીને કઢંગી હાલતમાં ઝડપી પાડી હતી. આટલું જ નહીં, સ્પાની આડમાં ચાલતા કૂટણખાનામાંથી પોલીસે 6 યુવતીઓને છોડાવી હતી.

આ સાથે જ પોલીસે સ્પાના મેનેજર સહિત 3ની અટકાયત કરીને ગુનો દાખલ કર્યો છે. જેમની પૂછપરછમાં સામે આવ્યું કે, ગ્રાહક દીઠ 3000 રૂપિયા લઈને યુવતીઓને 1500 રૂપિયા આપવામાં આવતા હતા. જ્યારે સ્પાના સંચાલક સોનુ ગુપ્તા અને કૌશિક શ્રીમાળીને પોલીસે વૉન્ટેડ જાહેર કર્યાં છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *