વડોદરામાં ખુલ્યું વિશ્વનું નવમું એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ, જાણો ખાસિયત

GUJARAT

થોડા દિવસો પહેલા જ ગુજરાતનું પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ વડોદરામાં ખુલી ગયું છે. આ ભારતનું ચોથું અને વિશ્વનું નવમું એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ છે, જે વડોદરા શહેરના તરસાલી બાયપાસ પર આવેલું છે. વિમાનના આકારમાં બનેલ આ રેસ્ટોરન્ટનું નામ એરબસ 320 છે, જેને બેંગ્લોરની એક કંપનીએ 1.40 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યું છે.


થશે વાસ્તવિક વિમાનમાં બેઠા હોવાનો અનુભવ

આ એરક્રાફ્ટના દરેક ભાગને પહેલા વડોદરા લાવવામાં આવ્યા હતા અને પછી તેને રેસ્ટોરન્ટ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું. આ રેસ્ટોરન્ટની હાલની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે. આ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં 102 લોકોના બેસવા માટેની વ્યવસ્થા છે.

આ રેસ્ટોરન્ટમાં આવતા લોકોને વાસ્તવિક વિમાનમાં બેઠા હોવાનો અનુભવ થશે. રેસ્ટોરન્ટની અંદર એરહોસ્ટેસ જેવા દેખાતા સ્ટાફની સુવિધા ઉભી કરવામાં આવી છે. વાસ્તવિક એરક્રાફ્ટની જેમ, આ રેસ્ટોરન્ટમાં ટેક-ઓફની જાહેરાત પણ થાય છે.

આ રેસ્ટોરન્ટમાં તમને પંજાબી, ચાઈનીઝથી લઈને કોન્ટિનેન્ટલ ફૂડ, ઈટાલિયન, મેક્સિકન અને થાઈ ફૂડનો સ્વાદ ચાખવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *