કાકા–કાકીના સહારે જીવતા ભત્રીજી અને ભત્રીજા પૈકી ભત્રીજી ઉપર કાકા–કાકીએ જુલમનો કોરડો વીંઝતા પડોશીઓએ અભયમ મહિલા હેલ્પ લાઇનમાં જાણ કરી ૧૦ વર્ષની ભત્રીજીની તેના કાકા–કાકીના ત્રાસમાંથી મુકત કરાવી હતી.
શહેરના કલાલી વિસ્તારમાં રહેતી ૧૦ વર્ષની કિશોરીના પિતાનું થોડા વર્ષો અગાઉ મોત થયુ હતુ. ત્યારબાદ કિશોરીની માતાએ બીજા લગ્ન કરી લીધા હતા. કિશોરી અને તેનો ભાઇ આજ વિસ્તારમાં રહેતા કાકા–કાકીના સહારે જીવન જીવવા મજબુર બન્યા હતા. જોકે કાકા–કાકીએ કિશોરી ઉપર ત્રાસ ગુજારતા હતા તેને ખાવાનું પુરતુ આપતા ના હતા. જયારે ઘરકામ બધુજ કરાવતા હતા. ૧૦ વર્ષની કિશોરી ઘરનુ કામ પુરેપુરુ નહી કરી શકતા તેના ઉપર કાકા–કાકી ગુસ્સે ભરાતા હતા. ત્રાસનો સીલ સીલો સવાર થીજ શરૂ થઇ જતો હતો. કિશોરીના શરીર ઉપર બીડીના ડામ દેતા હતા. જયારે પટ્ટાથી પણ તેને મારા મારી તેની ઉપર ત્રાસ ગુજારવામાં આવતો હતો.
માસુમ કિશોરીની કારમી ચીસો સાંભળીને પડોશીઓનુ હૃદય હચમચી ઉઠતુ હતુ. આખરે એક પડોશીએ આ બનાવ અંગેની જાણ અભયમ મહિલા હેલ્પ લાઇન ઉપર કરી હતી. જેના પગલે અભયમની ટીમ દો.ડી આવી હતી. અભયમની ટીમ આવતાજ કિશોરીના કાકા–કાકી ફરાર થઇ ગયા હતા.
કિશોરીને પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. જયારે આ બનાવ અંગે માંજલપુર પોલીસને અભયમની ટીમે જાણ કરી કિશોરીના કાકા–કાકી વિરૂધ્ધ કિશોરી ઉપર ત્રાસ ગુજારવા અંગે કાર્યવાહી કરવા માટે જણાવ્યુ છે.