વધુ એક અભિનેત્રીએ કરી આત્મહત્યા, સિનેમાજગત શોકમગ્ન

BOLLYWOOD

ભોજપુરી અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધા હોવાના સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીએ કેમ આત્મહત્યા કરી તેનું કારણ પણ સામે આવ્યું છે. કહેવાઈ રહ્યું છે કે નકલી એનસીબી ઓફિસર બની બે શખ્સો તેને ધમકી આપતા હતા જેથી કંટાળીને આખરે અભિનેત્રીએ મોતને વ્હાલું કરી લીધું છે.

નકલી NCB ઓફિસરે જીવ લીધો

28 વર્ષની ભોજપુરી અભિનેત્રીએ હજુ માંડ તેનું કરિયર શરુ કર્યું હતું ત્યાં જ તેણે દુનિયાને અલવિદા કહી દીધી. આ અભિનેત્રી થોડા દિવસ પહેલા તેના ત્રણ મિત્રો સાથે પાર્ટીમાં ગઈ હતી.આ પાર્ટી એક હોટલમાં રાખવામાં આવી હતી જ્યાં અચાનક નકલી એનસીબીની ટીમે રેડ પાડી હતી અને આ એક્ટ્રેસને કહ્યું હતું કે ડ્રગ્સ લેવા બદલ તેની ધરપકડ કરવામાં આવે છે.

આંબોલી પોલીસે FIR નોંધી

નકલી એનસીબી ટીમની રેડથી અભિનેત્રી ખૂબ જ ડરી ગઈ હતી. જે બાદ તે ડિપ્રેશનમાં જતી રહી હતી. અભિનેત્રીએ 23 ડિસેમ્બરે જોગેશ્વરી (વેસ્ટ)માં પોતાના ભાડાના મકાનમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મૃતક અને તેના મિત્રો ડરી ગયા હતા અને તેમને આ સમસ્યાનો ઉકેલ લાવવા વિનંતી કરી હતી. આરોપીઓએ 40 લાખની માંગણી કરી અને અંતે 20 લાખમાં સમાધાન થયું.

તપાસમાં સામે આવી હકીકત

આ સમગ્ર મામલે DCP મંજુનાથે કહ્યું- ’23 ડિસેમ્બરે પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં એક મહિલાએ ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે 20મી ડિસેમ્બરે આ મહિલા તેના સાથીદારો સાથે એક હોટલમાં પાર્ટી કરી રહી હતી જ્યાં કેટલાક લોકો પહોંચ્યા અને કહ્યું કે અહીં NCBનો દરોડો પડ્યો છે. આ લોકોએ પોતાને NCBના ઓફિસર ગણાવ્યા અને અભિનેત્રી સામે કેસ કરવાની વાત કરી. ભાગીદારે કહ્યું કે જો મહિલા ઈચ્છે છે કે કેસ ન થાય તો તેણે 20 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આ નકલી અધિકારીઓએ મહિલાને રોજ ફોન કરીને હેરાન કરવાનું શરૂ કર્યું. આ બધાથી પરેશાન થઈને મહિલાએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.

Leave a Reply

Your email address will not be published.