ઉર્વશી રાદડિયા પર ડોલ ભરીને નોટોનો વરસાદ, Video જોનારા દંગ

GUJARAT

પૈસાનો વરસાદ થતો જોવાનું દરેક લોકોના નસીબમાં હોતું નથી પરંતુ શું તમે કયારેય જોયું છે કે પૈસાનો વરસાદ તમારી ઉપર થાય. અમદાવાદમાં આવો જ નજારો જોવા મળ્યો છે. જ્યાં પ્રખ્યાત ગુજરાતી સિંગર ઉર્વશી રાદડિયા પર ડોલો ભરીને નોટોનો વરસાદ થયો.

ઉર્વશી રાદડિયા પર નોટોનો વરસાદ જ વરસાદ

એક ઇવેન્ટમાં ઉર્વશી રાદડિયા પર્ફોમ કરી રહ્યા હતા. ત્યારે પાછળથી એક શખ્સ આવે છે અને તેમના પર ડોલ ભરીને નોટોનો વરસાદ થવા લાગ્યો છે. મંચ પર ચારેય બાજુ બસ નોટો જ નોટો વિખરાયેલી દેખાતી હતી. ઉર્વશી રાદડિયા ગીત ગાઇ રહ્યા હાત ત્યારે આગળ પાછળ પૈસાનો ઢગલો પડ્યો હતો. આ અદ્બુત નજારો ખરેખર કોઇને પણ omg કહેવા પર મજબૂર કરી દે છે. ઓડિયન્સમાં હાજર લોકો પણ સિંગર પર પૈસાનો વરસાદ કરી રહ્યા છે.

ઉર્વશી રાદડિયા પર નોટોનો વરસાદ થતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ઉર્વશી રાદડિયાએ આ વીડિયોને ઇન્સ્ટા પર શેર કરતાં લખ્યું -શ્રી સમસ્ત હિરાવાડી ગ્રુપ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગઇકાલે લોકડાયરાનુ આયોજન કરવામા આવેલુ. આપના સૌના અમૂલ્ય પ્રેમ માટે આપ સૌનો ખુબ ખુબ આભાર.

કોણ છે ઉર્વશી રાદડિયા?

ઉર્વશી રાદડિયા પ્રખ્યાત ગુજરાતી લોકગાયિકા છે. તેમને કાઠિયાવાડની કોયલના નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ પોતાના ગીત ‘નાગર નંદાજીના લાલ’ ગીત માટે પ્રખ્યાત છે. ઉર્વશી અમદાવાદમાં મોટા થયા છે. તેમણે મ્યુઝિક કેરિયરની જર્ની 6 વર્ષની ઉંમરમાં શરૂ કરી હતી. ત્રણ વર્ષ સુધી ઉર્વશીએ ક્લાસિકલ મ્યુઝિકમાં ટ્રેનિંગ લીધી હતી. તેમનું માનવું છે કે આજે તેઓ જે પણ કંઇ છે તે પોતાના સંગીતના લીધે છે.

ઉર્વશીની ગણતરી ગુજરાતના ટોપ સિંગર્સમાં થાય છે. ઉર્વશી રાદડિયાએ નાનપણમાં IAS બનવાનું સપનું જોયું હતું. પરંતુ પરિવારની જવાબદારી સંભાળવાના લીધે તેમનું આ સપનું અધુરૂં રહી ગયું. ઉર્વશી હિન્દી, પંજાબી, મરાઠી, રાજસ્થાની ભાષામાં પણ ગીતોના સૂર રેલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *