ઊંઝાનો વેપારી હનીટ્રેપમાં ફસાયો: ડિમ્પલ પટેલ નામની યુવતીએ સુંદરતાની જાળ ફેંકીને 58.50 લાખ પડાવ્યા

GUJARAT

રાજ્યમાં હનીટ્રેપની ઘટનાઓ છાશવારે બની રહી છે. ત્યારે ઊંઝાના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવા બદલ એક યુવતી સહીત સાત લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધવામાં આવી છે. ઊંઝાના વેપારી પર ડિમ્પલ પટેલ નામની યુવતીએ સુંદરતાની જાળ ફેંકીને આરોપી ટોળકીએ વેપારી પાસેથી 58.50 લાખ રૂપિયા પડાવી લીધા છે. આ ઘટનામાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે મહિલા આરોપી ડિમ્પલ પોલીસ પકડથી દૂર છે.

ઊંઝાના વેપારીનો આરોપ છે કે ડિમ્પલ પટેલ નામની યુવતી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સંપર્ક કર્યો હતો, ત્યારબાદ તેને જુદા-જુદા સ્થળે બોલાવીને રૂપિયા પડાવવામાં આવતા હતા. હાલ તો વેપારીએ ડિમ્પલ પટેલ સહીત મૌલિક પટેલ, નટુજી ઠાકોર, સુજીત પટેલ, મહાદેવ ચૌધરી, અંકિત પટેલ અને સંદીપ પટેલ સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાંથી મહેસાણા SOGએ 7 આરોપીમાંથી 6 ઝડપાઈ ચૂક્યા છે. મહિલા આરોપી ડિમ્પલ હજુ ફરાર છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ઊંઝાનો વેપારી હનીટ્રેપમાં ફસાયો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઊંઝાના શાહ સંજીવ નામનો વેપારી હનીટ્રેપમાં વેતરાયો છે, જેની પાસેથી રૂપિયા 58.50 લાખ આરોપી ટોળકીએ પડાવ્યા છે. આ ઘટનાની માસ્ટર માઈન્ડ કહી શકાય તેવી ડિમ્પલ પટેલ નામની યુવતીએ વેપારીને અલગ અલગ સ્થળે બોલાવી રૂપિયા પડાવ્યા છે. યુવતીએ ટેલિફોનિક વાતચીત કરી હનીટ્રેપમાં ફસાવ્યો છે. જેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં મૌલિક પટેલ, નટુજી ઠાકોર, સુજીત પટેલ, મહાદેવ ચૌધરી, અંકિત પટેલ, સંદીપ પટેલ અને ડિમ્પલ પટેલ સામે ફરીયાદ નોંધાઈ છે.

અત્રે નોંધનીય છે કે, ઊંઝા હનીટ્રેપ કેસમાં છેલ્લે મળતી માહિતી પ્રમાણે આ કેસના આરોપી નટુજી ઠાકોર એનસીપી સાથે જોડાયેલા છે. ઊંઝા વિધાનસભામાં NCPના ઉમેદવાર તરીકે નટુજી ઠાકોર પેટા ચૂંટણી લડ્યા હતા. ઠાકોર સેના સાથે પણ નટુજી ઠાકોર જોડાયેલા છે. કોંગ્રેસે ટીકીટ નહીં આપતા નટુજી ઠાકોર NCPમાંથી ચૂંટણી લડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *