UKએ 7 રશિયન ધનિકોની સંપત્તિ કરી ફ્રિઝ, આ ફૂટબોલર પણ સામેલ

WORLD

યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા પર પ્રતિબંધોનો બોજ વધી રહ્યો છે. બ્રિટને ગુરુવારે વધુ 7 રશિયન ધનિકોની સંપત્તિ પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામની સંપત્તિ 1.12 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે. રશિયન ધનિકો જેમની સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવી હતી તેમાં ચેલ્સિયા ફૂટબોલ ક્લબના માલિક રોમન એબ્રામોવિચ, રશિયન ઓઇલ કંપની રોસનિફ્ટના માલિક ઇગોર સેનચિન, રશિયન બેન્કના ચેરમેન દિમિત્રી લેબેદેવ, પાઇપલાઇન કંપનીના માલિક નિકોલાઈ ટોકરેવ અને એનર્જી કંપની ગેઝપ્રોમના એલેક્સી મિલરનો સમાવેશ થાય છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં 48 રશિયન કુબેર્સની પ્રોપર્ટી ફ્રિઝ કરવામાં આવી છે.

લેવાશે એક્શન
બોરિસ જ્હોન્સને ગુરુવારે રશિયન બેંકો, કંપનીઓ અને એલિટ વર્ગ પર વધુ પ્રતિબંધો લાદવાનું વચન આપ્યું હતું. બ્રિટિશ ટેક્નોલોજીને રશિયામાં આયાત કરવા માટેના નિયમો કડક બનાવ્યા હતા અને રશિયન એરલાઇન એરોફ્લોટ પર પ્રતિબંધ મૂક્યો હતો. બ્રિટિશ સરકાર તમામ મોટી રશિયન બેંકોની સંપત્તિઓ ફ્રિઝ કરવા અને તેમને લંડનના નાણાકીય બજારોમાંથી બહાર કાઢવા માટે નિયમો રજૂ કરશે. આ સાથે રશિયન બેંક VTB સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

બાઈડેને કર્યું હતું પ્રતિબંધોનું એલાન
યુક્રેન પર રશિયાના હુમલા બાદ દુનિયાભરના દેશોએ તીખી પ્રતિક્રિયા આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બ્રિટિશ પીએમ બોરિસ જોન્સને રશિયા પર વધુ પ્રતિબંધોની જાહેરાત કરી છે. જો બાઈડેને રશિયાને ધમકી આપતાં કહ્યું છે કે તેણે યુક્રેન પર હુમલો કરવાની ગંભીર કિંમત ચૂકવવી પડશે. તે જ સમયે સંસદને સંબોધિત કરતી વખતે બ્રિટિશ પીએમએ કહ્યું પુતિને યુક્રેનના નિર્દોષ લોકોના લોહીથી પોતાના હાથ રંગ્યા છે, આ ડાઘ ક્યારેય સાફ નહીં થાય.

રશિયા પડશે નબળું અને દુનિયા થશે મજબૂત
હવે રશિયા નબળું અને બાકીનું વિશ્વ મજબૂત હશે. રશિયાની નાણાકીય વ્યવસ્થા હવે પહેલાની જેમ ડોલર, યુરો, પાઉન્ડ કે યેનમાં વેપાર કરી શકશે નહીં. તેની લશ્કરી વ્યવસ્થાને પણ નુકસાન થશે. રશિયન બેંકોની લગભગ એક ટ્રિલિયન ડોલરની સંપત્તિ હવે રાખવામાં આવી રહી છે.બાઈડેને એમ પણ કહ્યું કે અમે ભારત સાથે યુક્રેન સંકટ અંગે ચર્ચા કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *